જિલ્લા ભાજપ અને અનુસુચિત મોરચા દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન
યાત્રાના સમાપન પ્રસંગે આંબેડકર હોલ ખાતે જાહેર સભા યોજાઈ
ભરૂચ: જિલ્લા ભાજપા અને અનુસુચિત મોરચા દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રંસગે સ્ટેશનથી આંબેડકર હોલ સુધી સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરાયુ હતું. પૂર્વ મંત્રી આત્મારામ પરમાર, રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ ,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ,જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા નગરપાલિકા પ્રમુખ અમિત ચવાડા સહિતના આગેવાનો અને કાર્યકરોએ રેલવે સ્ટેશન પર ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતાં.
ત્યાર પછી આ યાત્રા શહેરના વિવિધ સ્થળો પરથી પસાર થઈ હતી. જ્યાં ઠેર ઠેર યાત્રાનું ફુલહારથી સ્વાગત કરાયું હતું. સંવિધાન યાત્રાનું સમાપન આંબેડકર હોલ ખાતે થયુ હતું. જ્યાં જાહેર સભામાં પૂર્વ મંત્રી આત્મારામ પરમાર અને અન્ય મહાનુભવોએ સંવિધાનના મૂલ્યોનું જતન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, ભાજપે હંમેશા સંવિધાનનું પાલન કર્યુ છેે. સંવિધાન એ આપણા દેશનો આત્મા છે તેનુ જતન કરવુ આપણા સૌની જવાબદારી છે.