Get The App

ત્રિપુરામાં મુસ્લિમો પર થતા અત્યાચાર અંગે AIMIM દ્વારા આવેદનપત્ર

Updated: Nov 1st, 2021


Google News
Google News

ભરૂચ:   છેલ્લા અઠવાડીયા કરતાં વધુ સમય થી ભારત દેશના પૂર્વ વિસ્તારમાં આવેલ ત્રિપુરા રાજ્યમાં કટ્ટરવાદી સંગઠન દ્વારા બાંગ્લાદેશમાં થયેલ હિંસક ઘટનાઓ નું બહાનું લઈ ભારત દેશની શાંતિ એકતા અને ભાઈચારામા પલીતો ચાંપવા તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી ખરાબ કરવા અર્થે કટ્ટરવાદી સંગઠનો કે જે આંતકવાદ જેવી વિચારધારા ધરાવે છે તેઓ ત્રિપુરામા નિર્દોષ ભારતીય નાગરીક મુસ્લિમો ઉપર હુમલો કરી તેમની જાનમાલ અને મુસ્લિમ ધાર્મિક સ્થાનોને નુકશાન કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર આવા કટ્ટરવાદીઓ – દંગાઈઓને ખુલ્લુ સમર્થન પૂરું પાડે છે.

ત્રિપુરામાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે. હિંસામાં જવાબદાર તમામ પોલીસ અધિકારીઓને તેમની જગ્યાએથી હટાવી નિષ્પક્ષ પોલીસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે જેથી ત્યાં હિંસા રોકી શકે અને લાગર્તા વળગતા પોલીસ કર્મચારી અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે .હિંસામાં અસરગ્રસ્ત જે કોઈ વ્યક્તિએ જાન ગુમાવેલ હોય કે ઇજાગ્રસ્ત થયેલ હોય અથવા સ્થાવર કે જંગમ મિલક્તો તથા ધાર્મિક સ્થાનો ને નુકશાન થયેલ હોય તેવા લોકોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે એવી માંગણી સાથે AIMIMના જિલ્લા પ્રમુખ નદીમ ભીખી અન્ય કાર્યકરો તેમજ સામાજીક કાર્યકર અબ્દુલ કામઠીનાઓ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

Tags :

Google News
Google News