Get The App

રચનાનગર સોસાયટીમાં મકાનમાં આગ, ઘરવખરી બળીને ખાખ

Updated: Nov 27th, 2021


Google News
Google News

ભરૂચ:  શહેરના મકતમપુર રોડ પર આવેલી રચના પાર્ક સોસયાટીમાં આજરોજ સવારના સમયે રહેણાક મકાનમાં રોજની જેમ પરિવારનાં સદસ્યએ ઘરે દીવો સળગાવ્યા બાદ પોતાના કામે લાગ્યા હતા. જે બાદ દિવાની આગ એકાએક વિકરાળ સ્વરૂપ પકડી લેતા ઘરની અંદર અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જેને લઈને આસપાસના વિસ્તારના લોકો ઘટના સ્થળ પર આવી પહોચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જે બાદ જેમ તેમ કરીને ઘરના ત્રણ જેટલા સદસ્યોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ ભરૂચ નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી જે બાદ ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ ઘરવખરી બળીને ખાખ થઈ જવા હતી પણ કોઈને જાનહાની ન પહોચતા વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Tags :

Google News
Google News