મુક્તેશ્વર ડેમમાં માત્ર આઠ ટકા પાણીનો જથ્થો: પીવાના પાણીની મુશ્કેલી સર્જાશે
- ડેમના તળિયા દેખાતા ખેડૂતો ચિંતિત
- જળાશયમાંથી વડગામ-પાલનપુર તાલુકાના 33 ગામડાઓને પીવાનું પાણી મળે છે
પાલનપુર,
તા.6
વડગામ તાલુકાના જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમમાં પાણીનો
જથ્થો ન હોવાથી આ વિસ્તારના ખેડૂતો તેમજ લોકોને પાણીની મુશ્કેલી અનુભવી રહ્યા છે.
જોકે ગત વર્ષે નહિવત વરસાદના કારણે ડેમમાં નવું પાણી આવ્યું ન હોઈ ઉનાળા પહેલાં જ
વડગામ અને પાલનપુર માટે પાણીના મુખ્ય ોત એવા મુક્તેશ્વર ડેમના તળિયા દેખાતા સમગ્ર
પંથકમાં આફતના વાદળો ઘેરાયા છે.
એક સમયે ધાણધાર પ્રદેશ તરીકે ઓળખાતા વડગામ અને તેની
આજુબાજુના પંથકમાં મુક્તેશ્વર ડેમ પાણીનો મુખ્ય ોત છે.મુક્તેશ્વર ડેમ પર વડગામ અને
પાલનપુર પંથકના ૩૩ ગામો પીવાના પાણી માટે નિર્ભર છે. જેમાં ગત વર્ષે ઓછા વરસાદના
કારણે મુક્તેશ્વર ડેમમાં નવા નીર ન આવતા ઉનાળા પહેલાં ડેમ તળિયા ઝાટક બન્યો
છે.જેને લઈ આવનારો ઉનાળો આકરો બને તે પહેલાં જ ડેમના તળિયા દેખાતા આજુબાજુના
વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ડેમમાં પાણી ન હોઈ ખેડૂતોને ખેતીની
સિંચાઇની સમસ્યા વિકટ બને તેમ છે.તેમજ ડેમમાં પાણીનો જથ્થો ઓછો થઈ જતાં ઉનાળામાં
પીવાનું પાણી મળી રહેશે કે કેમ તેને લઈને પણ લોકો ચિંતિત છે.જોકે મુકેશ્વર ડેમમાં
માત્ર ૮ ટકા જેટલું પાણી રહ્યું છે. જે પાણી પીવા માટે પણ પૂરતું નથી. ડેમના
સત્તાધારી અધિકારીઓના કહેવા મુજબ માર્ચ મહિના સુધી ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો
છે. જેથી પીવાના પાણી પર નિર્ભર ૩૩ ગામોમાં પીવાના પાણીની મુશ્કેલી સર્જાશે.
ડેમમાં પાણી ન હોવાથી સિંચાઇ માટે પાણી આપી શકાય તેવી કોઇ શક્યતા જ નથી.