Get The App

અંબાજી ખોડીયાર જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી

- હજારો માઇભક્તોએ ભોજનરૃપી પ્રસાદીનો લાભ લીધો

- અંબાજી ખાતે ખોડીયાર યુવક મંડળ દ્વારા શોભાયાત્રા બાદ યજ્ઞા પણ કરવામાં આવ્યો

Updated: Feb 3rd, 2020


Google NewsGoogle News
અંબાજી ખોડીયાર જયંતિ નિમિત્તે  શોભાયાત્રા નીકળી 1 - image

અંબાજી તા. 02 ફેબ્રુઆરી 2020, રવિવાર

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ખોડીયાર જયંતિ નિમિત્તે શ્રી ખોડીયાર યુવક મંડળ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ખોડીયાર માતાના મંદિર ખાતે ભવ્ય યજ્ઞા કરવામાં આવ્યો હતો. તથા ખોડીયાર માતાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા હતા.

યાત્રાધામ અંબાજી ખાતે આજે ખોડીયાર જયંતિ હોઇ ખોડીયાર માતાના મંદિરમાં ભવ્ય યજ્ઞા કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્રાન શાસ્ત્રી ડો. શ્વેતાંગભાઇ જોષી દ્વારા શાસ્ત્રોકત વિધિ દ્વારા યજ્ઞા કરવામાં આવ્યો હતો. જેમાં માતાજીને ૫૬ ભોગ અન્નકુટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ બપોરના સમયે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રાધામના બજારોમાં ફરી સાંજના સમયે નીજ મંદિરે પરત ફરી હતી. તથા સાંજના સમયે દર વર્ષની જેમ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તોએ ભોજન રૃપી પ્રસાદીનો લ્હાવો લીધો હતો. તથા રાત્રિના સમયે રાજસ્થાની કલાકારો દ્વારા ભક્તિ રૃપી રસ રૃપી ડાયરો યોજવામાં આવ્યો હતો. જે મોડી રાત સુધી ચાલ્યો હતો. જેમાં માતાજીનો મહિમા અને ગુણગાન રૃપ ભજનો કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ગામજનો અને યાત્રિકો જોડાઇ અમુલ્ય દર્શન અને ડાયરાનો લ્હાવો લીધો હતો. શ્રી ખોડીયાર યુવક મંડળ દ્વારા ખોડીયાર જયંતિ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવે છે.

ambaji

Google NewsGoogle News