Get The App

ધાનેરા તાલુકાના 77 ગામોમાં 50 ટકા ચાલે તેટલું જ પીવાનું પાણી

- આકરા ઉનાળામાં પાણી માટે રામાયણ સર્જાશે

- સિપુડેમ પર આધારીત ગામોમાં પરિસ્થિતિ વિકટઃએક બેડા પાણી માટે બે કિ.મી.ની પદયાત્રા

Updated: Feb 20th, 2021


Google NewsGoogle News
ધાનેરા તાલુકાના 77 ગામોમાં 50 ટકા ચાલે તેટલું જ પીવાનું પાણી 1 - image

ધાનેરા તા.19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

બનાસકાંઠા જિલ્લા ની સરહદ પર આવેલા ધાનેરા તાલુકા ના ગામડા માંથી ઉનાળા ની શરૃઆત થાય એ પહેલાં પીવાના પાણી ની સમસ્યા શરૃ થઈ ગઈ છે. ધાનેરા તાલુકા મા આગામી દિવસો મા પાણી ને લઈ બરબાદી વાળો સમય સામે દેખાઈ રહ્યો છે. સતત ૧૦ વર્ષ થી પાણી ની માગણી કરતો ધાનેરા તાલુકો સુખા રણ સમો બની રહ્યો છે.રાજકીય આગેવનો કે સરકારી ઉચ્ચ અધિકારીઓ ના પેટ નું પાણી હલતું નથી જેના કારણે ધાનેરા તાલુકા ના છેવાડે આવેલા ગામો ના લોકો પીવાના પાણી માટે રઝળી રહ્યા છે. હાલ ૭૭ ગામોમાં ૫૦ ટકા ચાલે તેટલું જ પાણી છે.

ધાનેરા તાલુકા ના ૭૭ ગામોમાં પાણી ની સમસ્યા ઉભી થઇ છે.જે પ્રમાણે વર્ષ બદલાય છે આની સાથે ભૂગર્ભ ના પાણી વગર ના ગામો ની સંખ્યા પણ વધી રહી છે. હુજુ કાળઝાળ ઉનાળા ની શરૃઆત થાય એ પહેલાં ધાનેરા તાલુકા ની સરહદ પર આવેલા એટા ગામ મા ગામ ની મહિલાઓ માથે બેડાં ઉપાડી પીવાના પાણી માટે રઝળી રહી છે.એટા ગામ મા છેલ્લા ત્રણ માસ થી પીવના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. નજીક મા આવેલ કુવા કે બોરવેલ સુધી પહોંચી પાણી મેળવવું પડે છે. બે કિલોમીટર સુધી ચાલી ને ગામ ની મહિલા ઓ પીવા માટે પાણી મેળવી રહી છે. મોડલ ગુજરાત ની આ હકીકત પણ સાંભળવા જેવી છે.

વર્ષો જુના મંદિરમાં યાત્રિકો પાણી લઇને આવે છે!

એટા ગામ મા વર્ષો જૂનું પૌરાણિક શ્રેત્રફળ દાદા નું મંદિર આવેલું છે વર્ષ ના ત્રણ માસ દરમિયાન અહીં ગુજરાત સહિત આસ પાસ ના રાજ્ય ના લાખો લોકો બાળક ની બાબરી નો પ્રસંગ કરવા માટે આવતા હોય છે. દિવસ દરમિયાન એટા ગામ મા રોકાઈ પ્રસાદ બનાવી દર્શન કરવાના હોય છે.જો કે અહીં આવતા યાત્રાળુ પણ પાણી ની સમસ્યા ના કારણે ભારે હેરાન થઈ રહ્યા છે. હવે યાત્રીકો અહીં પાણી લઇને આવી રહ્યા છે.

સિપુડેમના તળિયા દેખાતા ગ્રામજનોએ બોરવેલની કરી માંગ

બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા તાલુકા ના ગામો માંથી હવે એક પછી એક પીવાના પાણી ને લઈ પુકાર ઉઠે તેમ છે મોટા ભાગ ના ગામડા ઓ સિપુ યોજના પર આધારિત છે જયારે સિપુ ડેમ નું તળિયું પણ દેખાતા હવે આગામી સમય આકરો આવે તેમ છે. એટા ગામ ના સરપંચ બોરવેલ ની માગણી કરી રહ્યા છે. ગામ ના લોકો મજૂરી પર આધારિત છે જેથી લોક ભાગીદાર માટે પૈસા આપે તેમ પણ નથી જેથી જિલ્લા નું વહીવટી તંત્ર અન્ય યોજના કરતા પીવાના પાણી માટે આયોજન બંધ યોજના અમલ મા લાવે તેવી માંગ ઉઠી છે.


Google NewsGoogle News