Get The App

કતલખાને લઈ જતા 299 બકરાંને બચાવી પાંજરાપોળમાં મોકલ્યા

- રાજસ્થાનથી પાલનપુર આવી રહેલી ટ્રકમાં ખીચોખીચ પશુધનને ભરી કતલખાને લઈ જતા હતા

Updated: Jun 11th, 2022

GS TEAM


Google News
Google News
કતલખાને લઈ જતા 299 બકરાંને બચાવી પાંજરાપોળમાં મોકલ્યા 1 - image

ડીસા, તા.10

રાજસ્થાનથી પાલનપુર તરફ એક ટ્રકમાં  ૨૯૯ બકરા ખીચોખીચ ભરી કતલખાને લઈ જવાતા જીવદયાપ્રેમીઓએ બચાવી રાજપુર પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. ઈ રહ્યાં છે. જયારે જાણ થતા પોલીસ  ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રક કબજે કરી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર ખાતે જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ટ્રકમાં બકરા ભરી કતલખાને લઈ જવાઈ રહી છે. જે બાદ જીવદયા પ્રેમીઓ દ્વારા પાલનપુરના હનુમાન ટેકરી પાસે કતલખાને જતી ટ્રકને રોકવા માટે વોચ ગોઠવી હતી. હનુમાન ટેકરી પાસે આવતા જીવદયા પ્રેમીઓ દ્વારા રોકવામાં આવી હતી.પાલનપુર કંટ્રોલરૃમમાં જાણ કરાતા પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ં ઘાસચારો તેમજ પાણીની કોઇ સગવડ ન હોઈ અને કતલખાને લઇ જવાયા હોવાનું જાણવા મળતાં બકરા ભરેલ ટ્રકને પાલનપુર પોલીસ મથકે લઇ જવાઇ હતી. ટ્રકમાં ૨૯૯ જેટલા બકરા ખીચોખીચ એકબીજાને ચામડી ઘસાય તે રીતે ક્રતા પૂર્વક ટ્રકમાં ભરી કતલખાને લઇ જઇ રહ્યા હોવાનું સામે આવ્યું હતું.  ટ્રકચાલક સુફિયાન ઉસ્માનખાન નાગોરી હાલ રહે.સિધ્ધપુરની અટકાયત કરી હતી.જયારે  ટ્રકને કબજે કરી ટ્રકમાં ભરેલ રૃ.૧.૪૯ લાખના ૨૯૯ જેટલા બકરા રાજપુર પાંજરાપોળ ખાતે મોકલાયા હતા.

Tags :