Get The App

પાલનપુરમાં નિર્માણાધિન ઓવરબ્રિજનું ગર્ડર તૂટ્યુ, બ્રિજના સ્લેબ નીચે રિક્ષા અને ટ્રેક્ટર દટાયાં

બનાસકાંઠા કલેકટર અને ASP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
પાલનપુરમાં નિર્માણાધિન ઓવરબ્રિજનું ગર્ડર તૂટ્યુ, બ્રિજના સ્લેબ નીચે રિક્ષા અને ટ્રેક્ટર દટાયાં 1 - image



પાલનપુરઃ (palanpur)ગુજરાતમાં બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓ હવે નવી નથી રહી. (Under construction Overbridge)અમદાવાદમાં એસપી રીંગ રોડ પરનો નિર્માણાધીન બ્રિજ કેટલાક સમય પહેલાં જ ધરાશાયી થયો હતો જેની ચર્ચાઓ શમી નથી ત્યાં હાટકેશ્વર બ્રિજ ગુણવત્તાને લઈને તોડવાની ચર્ચાઓ શરૂ થઈ હતી અને હવે તેને માત્ર જરૂર પ્રમાણે જ તોડવાનો નિર્ણય લેવાયો છે.(Slab Collapsed)ત્યારે પાલનપુરમાં એક નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. (rickshaw and tractor buried)બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતા રિક્ષા અને ટ્રેકટર દટાઈ ગયા હતા. સદનીસબે નીચે કોઈ વ્યકિત હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. 

નિર્માણાધીન ઓવરબ્રિજના સ્લેબનો ભાગ ધરાશાયી

પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે  નિર્માણાધીન ફ્લાય ઓવરબ્રિજનો ઉપયોગ શરૂ થાય તે પહેલા ધરાશાયી થતા કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે. ઓવરબ્રિજના સ્લેબનો ભાગ ધરાશાયી થયાની જાણ થતા જ બનાસકાંઠા કલેકટર અને ASP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. ઉલ્લેખનીય છે કે, આજથી આઠેક મહિના પહેલાં અમરેલીમાંથી પસાર થતાં ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ પાસેનો બ્રિજ સંપૂર્ણ બને તે પહેલાં જ તેનો સ્લેબ ધરાશાયી થયો હતો. જે તે સમયે આ બ્રિજ ધરાશાયી થયા બાદ એજન્સી દ્વારા કાટમાળ પણ ખસેડી લેવામાં આવ્યો હતો. 

પાલનપુરમાં નિર્માણાધિન ઓવરબ્રિજનું ગર્ડર તૂટ્યુ, બ્રિજના સ્લેબ નીચે રિક્ષા અને ટ્રેક્ટર દટાયાં 2 - image


Google NewsGoogle News