Get The App

પોષણક્ષમ ભાવો મળવાની આશાએ ડીસાના ખેડૂતો બટાકાની વાવણીમાં લાગ્યા

- શાસ્ત્રોક વિધી મુજબ પૂજા અર્ચના કર્યા બાદ

- બટાટાની ખેતીમાં ઉત્પાદન ખર્ચ વધવા છતાં ૩૦ વર્ષથી બજારમાં બટાટાના ભાવ ઠેરના ઠેરથી નિરાશા

Updated: Oct 28th, 2021


Google NewsGoogle News
પોષણક્ષમ ભાવો મળવાની આશાએ ડીસાના ખેડૂતો બટાકાની વાવણીમાં લાગ્યા 1 - image

ડીસા તા.28

ડીસા તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લામાં શાસ્ત્રોકવિધી મુજબ ખેડૂતોએ પોતાના ખેતરોમાં બટાટાના વાવેતરની કામગીરી શરૂ કરી છે. અગાઉ બનાસ નદીમાં જ બટાટાટનું વાવેતર થતું હતું અને સમય જતાં ખેડૂતોએ પોતાના  ખેતરોમાં બટાટાનું વાવેતર  શરૂ કર્યું હતું. પ્રતિ વર્ષ  બટાટાનું મબલખ ઉત્પાદન થતું હોવાથી ડીસા બટાટા નગરી તરીકે ઓળખ ઉભી થઈ છે.બટાટાની ખેતીમાં ઉત્પાદન ખર્ચ વધવા છતાં બજારમાં ભાવ ૩૦ વર્ષથી ઠેરના ઠેર રહ્યા હોવાથી ખેડૂતોમાં વ્યાપેલી નિરાશા વચ્ચે વાવણી શરૂ કરી છે.

ખેડૂતોએ હવે બટાટાની ખેતીની શરૂઆત કરતાં પહેલા આધ્યાત્મિક માર્ગ અપનાવી બટાટા અને ગણેશજીની શાોકત વિધિ મુજબ પુજા કરીને બટાટાના વાવેતરની શરૂઆત કરી છે. અને ખેડૂતો આશા રાખી રહ્યા છે કે, આગામી સમયમાં બટાટાના સારા ભાવો મળશે ઉપરાંત ખેડૂતો  સરકાર દ્વારા ફટલાઇઝરના ભાવોમાં ઘટાડો કરે અને સમયસર વીજળી અપાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે જેનાથીે કૃષિ ખર્ચમાં ઘટાડો થઈ શકે.ડીસાં કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, આ વર્ષે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં બટાટાના વાવેતર બાદ નુકશાન થયું છે અને તેના લીધે ત્યાં બીજી વાર બટાટાનું વાવેતર કરવાની ફરજ પડી છે અને તેના કારણે ડીસાના બટાટાનો ભાવ શરૂઆતમાં સારો રહેશે.

દોઢસો વર્ષ પહેલા બનાસ નદીમાં બટાટાની ખેતીનો પ્રરંભ

બનાસ નદીમાં દોઢસો વર્ષ પહેલા બટાટાના વાવેતરની શરૂઆત થઈ હતી. ડીસામાં દોઢસો વર્ષ પહેલા અહી વસતા મુસ્લિમ સમાજની મુજ્ડા જાતિના લોકોએ બટાટાના વાવેતરની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ડીસામાં વસતા માળી સમાજ, પટેલ સમાજ અને ઠાકોર સમાજે દ્વારા વાવેતર કરવાની શરૂઆત થઈ હતી. 

ગુજરાતમાં સૌથી વધુ ડીસામાં કોલ્ડ સ્ટોરેજ

બટાટા નગરી તરીકે જાણીતા ડીસામાં ગુજરાતમાં સહુથી વધુ બટાટાના કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. એના પરથી જ સમજી શકાય છે કે, ડીસામાં બટાટાનું વાવેતર કેટલા પ્રમાણમાં થતું હશે. ગુજરાતમાં જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા તેના અડધાથી વધારે કોલ્ડ સ્ટોરેજ તો એક માત્ર ડીસામાં આવેલા છે. 

ગત વર્ષ ે ૬૪૦૦૦ હેકટરમાં બટાટાનું વાવેતર થયું હતું

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાની ઓળખ બટાટા નગરી તરીકે વિખ્યાત થયેલી છે. પરંતુ વર્તમાન સમયમાં બટાટાની ખેતી સામે અનેક પડકારો ઊભા થયા છે. જ્યારે ગત વર્ષ ડીસા તાલુકામાં અંદાજે ૬૪૦૦૦ હેકટરમાં બટાટાનું વાવેતર થયું હતું.પરંતુ  બટાટાના ભાવ ન મળતાં ખેડુતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.



Google NewsGoogle News