Get The App

ગૌ ભક્તોના 48 કલાકના અલ્ટીમેટ બાદ સરકારી કચેરીમાં ગાયો છોડી મૂકાતા તંત્રમાં મચી દોડધામ

Updated: Sep 23rd, 2022


Google NewsGoogle News
ગૌ ભક્તોના 48 કલાકના અલ્ટીમેટ બાદ સરકારી કચેરીમાં ગાયો છોડી મૂકાતા તંત્રમાં મચી દોડધામ 1 - image


- થરાદ વાવ અને  વાવના ભાટવર સુઇગામ હાઇવે ઉપર કર્યો ચકાજામ પોલીસ અને ભક્તો વચ્ચે ઘર્ષણ

વાવ,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર

બનાસકાંઠાના થરાદ પ્રાંત કલેકટર કચેરી આગળ 48 કલાક અગાઉ  ગૌ ભક્તો સંતોએ સાથે મળીને રાજ્ય સરકારને 500 કરોડની સહાય ચૂકવવા માટે આવેદનપત્ર અલ્ટીમેટ આપ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા 48 કલાકમાં ગૌશાળાના સંચાલકોને 500 કરોડની સહાય ચૂકવામાં ના આવતા  આખરે ગૌ ભક્તો એ સરકારી કચેરી છોડવાની ચીમકી આપી હતી ત્યારે વહેલી સવારથી જ થરાદની ગૌશાળાની ગાયો થરાદ મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો સંતો ઉપસ્થિત રહી છોડી દેતા પોલીસ અને સંતો અને ગૌ ભક્તો વરચે ઘર્ષણ સર્જાયું  હતું  તેમ છતાં ગાયોને મામલતદાર કચેરીમાં છોડી મૂકી હતી જ્યારે ગૌભક્તોએ જણાવ્યું હતું  કે હજી આવનારા સમયમાં તમામ વિસ્તારમાંથી ગાયો સરકારી કચેરીઓમાં લાવી છોડી દેવામાં આવશે નહી તો હજી વહેલું છે રાજ્ય સરકાર દ્વારા 500 કરોડની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.

ગૌ ભક્તોના 48 કલાકના અલ્ટીમેટ બાદ સરકારી કચેરીમાં ગાયો છોડી મૂકાતા તંત્રમાં મચી દોડધામ 2 - image

વાવ સુઈગામ હાઈવે ઉપર ભાટવર હાઇવે રોડ ની બને બાજુ 5 કિલોમીટર લાઈનો લાગી હતી આજુબાજુની ગૌશાળાની ગાયો રોડ ઉપર છોડી મુકતાં બને બાજુ વાહન વ્યવહારની લાંબી લાઇન લાગી હતી. વાવના બીયોક ગામની ગૌ શાળાની ગાયો રોડ ઉપર છોડી મુકતા મીઠા થરાદ હાઇવે ઉપર ભારે વાહનનો લાઇન લાગી હતી.

થરાદ મામલતદાર કચરી ખાતે પોલીસ બંદોબસ્ત હોવા છતાં ભક્તોએ કચેરીમાં ગાયો છોડી મૂકતો તંત્રમાં મચી દોડધામ

થરાદ પીઆઇ સહિત પોલીસ કાફલો વાહન વ્યવહારને હાલાકીના ભોગવી પડે અને કોઈ મોટી સમસ્યા ઉભી ના થાય તેના માટે તેના માટે હાઇવે રોડ ખુલો કરાયો જ્યારે ગૌ ભક્તોની અટકાયત કરી હતી.

ગૌ ભક્તોના 48 કલાકના અલ્ટીમેટ બાદ સરકારી કચેરીમાં ગાયો છોડી મૂકાતા તંત્રમાં મચી દોડધામ 3 - image

બનાસકાંઠાના થરાદ વાવ સુઈગામ સહિતના વિસ્તારના ગૌશાળાના સંચાલકોએ તમામ વિસ્તારમાંથી ગાયો હાઇવે ઉપર લાવી દેતા ચકાજામના દ્રશ્યો સર્જાયા હતા અને મોટી સંખ્યામાં ગૌ ભક્તોની પોલીસે અટકાયત કરતાં ગૌ ભક્તોએ જણાવ્યું હતું કે હજી વહેલું છે ગાયો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરેલ 500 કરોડ આજે જ ગૌ શાળા ના ખાતામાં નાખવામાં આવે અને જો 500 કરોડ નહિ આપવામાં આવે તો તમામ ગૌ શાળા ની ચાવીઓ સરકારી કચેરીમાં આપવામાં આવશે.

થરાદ પોલીસે જણાવ્યું હતું કે ગૌ ભક્તો અને ગાયો રોડ ઉપર આવતાં વાહન વ્યવહારને હાલાકીના પડે તેના માટે સતર્ક રહી ટ્રાફિક દૂર કરી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે..


Google NewsGoogle News