અંબાજી ગબ્બર પર્વત : 76 વર્ષથી અન્નજળનો ત્યાગ કરનાર ચુંદડીવાળા માતાજીએ દેહત્યાગ કર્યો
- પ્રહલાદભાઈ જાનીએ ચુંદડીવાળા માતાજી તરીકે અરવલ્લીની ગિરિકંદરાઓમા અન્નજળનો ત્યાગ કરીને તપસ્વીની જેમ ધુણી ધખાવી હતી
- તેમણે પોતાના વતન ચરાડામા અંતિમ શ્વાસ લીધા
અંબાજી, તા. 26 મે 2020 મંગળવાર
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત પાસે રહેતા અને 76 વર્ષથી અન્નજળનો ત્યાગ કરનાર ચુંદડી વાળી માતાના નામે પ્રસિદ્ધિ પામેલા પ્રહલાદભાઈ એ અંતિમ શ્વાસ લીધા છે.
સંતો મહંતો સહિત તેમના નજીકના આશ્રમના અનુયાયીઓ સમાધિની વિધિ માટેની તૈયારીઓમા લાગ્યા છે.
ગુજરાત સહિત દેશ-વિદેશમાં લાખો ભક્તો ધરાવતા ચુંદડી વાળા માતાજી આ ધરતી પર અન્નજળ વગર કેવી રીતે જીવન જીવી રહ્યી શકયા. તે વિજ્ઞાન માટે પણ પડકારજનક હતુ.