Get The App

આઠ વર્ષ બાદ તું મને ગમતી નથી તેમ કહી સગર્ભાને ઘરેથી તગેડી મુકી

- થરાદ તાલુકાના સેદલાવાસ ગામે

- ત્રણ સંતાનોની માતાને શારીરિક માનસિક ત્રાસ આપતા પાંચ સાસરીયા વિરુદ્ધ પરિણીતાની ફરિયાદ

Updated: Nov 4th, 2021


Google NewsGoogle News
આઠ વર્ષ બાદ તું મને ગમતી નથી તેમ કહી સગર્ભાને ઘરેથી તગેડી મુકી 1 - image

વાવ તા.3

વાવ તાલુકાના સણવાલ ગામના નાગજીભાઈ વરજંગ ભાઈની દીકરી વિનાબેનના સમાજના રીતરિવાજ મુજબ થરાદ તાલુકાના સેદલાવાસ રામાપીરના મંદિરની બાજુમાં રહેતા છગનભાઈ કાનજીભાઈ રબારી સાથે આઠ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. પરિવારમાં બે દીકરા તેમજ એક દીકરી પણ હોય સાસરિયાઓ દ્વારા અવારનવાર તું ગમતી નહિ તેમ કહી કાઢી મૂકતા માવસરી પોલીસ મથકે સાસરિયાં વિરુદ્ધ  ગુનો નોંધાયો હતો.

વાવ તાલુકાના સણવાલ ગામના નાગજીભાઈ વરજાંગભાઇ રબારીની દીકરી વિનાબેનના લગ્ન થરાદ તાલુકાના સેદલા વાસ રબારી છગનભાઈ કાનજીભાઈ સિંધવા સાથે આઠ વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. જેમાં સંસારમાં વિના બેનને બે દીકરા તેમજ એક દીકરીને જન્મ આપ્યો હતો. સાસરીયા દ્વારા અવારનવાર પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. પરંતુ પરિણીતા નાના બાળકો સામે જોઈને મૂંગા મોંએ ત્રાસ સહન કરતી હતી. ત્યારે સાસરિયાઓ દ્વારા પરિણીતાને પહેરેલા સોનાના દાગીના કાઢી લઇ ખાનગી ગાડીમાં રાત્રી દરમિયાન પિયર સણવાલ ગામે શાળાની બાજુમાં છોડી જતા પરિણીતા માતા પિતાના ઘરે જઈ પરિવારને જાણ કરી  હતી. પરિણીતા  સગર્ભા હોવાના કારણે થોડા ટાઈમ બાદ ફરી દીકરાનો જન્મ આપ્યા બાદ સાસરીયા દ્વારા  બોલાવવા કે તેડવા નહી આવતા આખરે પરિણીતાએ સાસરિયા પતિ  છગન રબારી, કુંવરીબેન કાનજીભાઈ રબારી, માલીબેન સેધાભાઈ રબારી, ભેમાંભાઈ સેધાભાઈ રબારી તેમજ હેમરાજભાઈ કાનજીભાઈ રબારી વિરુદ્ધ માવસરી પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

fir

Google NewsGoogle News