Get The App

સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે આવેલા નડેશ્વરી માતાના મંદિરે દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટયું

Updated: Aug 16th, 2022


Google NewsGoogle News
સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે આવેલા નડેશ્વરી માતાના મંદિરે દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટયું 1 - image


- શ્રાવણ માસમાં અંદાજિત દોઢ લાખ જેટલા ભક્તો એક માસમાં દર્શન કરવા માટે આવે છે

સુઈગામ, તા. 16 ઓગષ્ટ 2022, મંગળવાર

નડાબેટ ખાતે નડેશ્વરી. માતાના મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો રવિવારના દિવસે 15,000થી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી અને માતાજીના મંદિરમાં ચાલતા ભોજનનો પ્રસાદનો લાભ લીધો હતો.

નડાબેટમાં નડેશ્વરી માતાના મંદિરે શ્રાવણ માસ દરમિયાન આખો શ્રાવણ માસ દરમિયાન દર્શન કરવા આવતા ભક્તો માટે ભોજનના દાતા ડી.ડી રાજપુત તરફથી રાખવામાં આવેલો છે. ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલા નડાબેટ બોર્ડર ઝીરો પોઈન્ટ ટુરીઝમ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.

સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે આવેલા નડેશ્વરી માતાના મંદિરે દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટયું 2 - image

ખાસ કરીને  શ્રાવણ માસ દરમિયાન નડેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા માટે  મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. શ્રાવણ માસમાં અંદાજિત દોઢ લાખ જેટલા ભક્તો એક માસમાં દર્શન કરવા માટે આવે છે અને તમામ આવનાર દરેક યાત્રાળુઓ માટે શુદ્ધ ભોજનની વ્યવસ્થા જેવી કે, શાખ, લાડુ, શીરો, પૂરી, દાળ ભાત છાશ, શુદ્ધ ભોજન દાતા ડી.ડી રાજપુત તરફથી આખો શ્રાવણ માસ આ ભોજન આપવામાં આવે છે.

અંદાજિત આખા શ્રાવણ માસ મહિનાનો ખર્ચ 20 થી 25,00,000 સુધીનો થાય છે તેવું નડેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી થાનાજી રાજપુતે જણાવ્યું હતું. વધુમાં જણાયું હતું કે નડાબેટ નડેશ્વરી માતાજીના મંદિરે ભારત પાકિસ્તાન ઝીરો પોઈન્ટ બોર્ડર જોવા માટે આવતા તમામ લોકો માટે પણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજની પ્રેરણાથી નડાબેટ ચેરીટેબલ ટ્રસ્ટ અલગ અલગ દાતાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા પણ કરે છે. 


Google NewsGoogle News