અંબાજીમાં 200 વર્ષ જુનું આંબલી દાદા વૃક્ષ એકાએક ધરાશાઈ થયું
- જ્યાં વર્ષોથી સ્થાનીકો દ્વારા પૂજા-અર્ચના કરાતી હતી
- મહોલ્લાની વચ્ચોવચ આવેલ આ મહાકાય આંબલીનું વૃક્ષ પડયું: સદનસીબે કોઈ જાનહાની નહી
અંબાજી,તા.28
યાત્રાધામ અંબાજી મંદિર પાસે આવેલ અંબિકા કોલોની વિસ્તારમાં
આશરે ૨૦૦ વર્ષ જુના એવા આંબલી દાદાના નામે પ્રખ્યાત આંબલીનુ ઝાડ ગત મધ્યરાત્રિએ
અચાનક ધરાશાઈ થયું હતું. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
અંબાજી મંદિર પાસે આવેલ બ્રાહ્મણવાસમાં લોક વાયકા મુજબ ૨૦૦ વર્ષ પુરાણા એવા આંબલી દાદાના નામે વિખ્યાત થયેલા આ મહાકાય આંબલીના ઝાડ નીચે નાની સરખી દેરી હતી. તથા અહીં નાગરાજ પણ રહેતા હોવાનું અને વારે-તહેવારે આ ઝાડની પૂજા-અર્ચના કરવામાં આવતી હતી. તથા નાગદેવતાની પણ પૂજા કરવામાં આવતી હતી.
આ
વિસ્તારના લોકો માટે આંબલીનું વૃક્ષ શ્રધ્ધાનો વિષય બન્યો હતા.ે તેવું આ વિસ્તારના
રહીશ તૃષાર દવે અને કલ્પેશ દવે દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેઓના જણાવ્યા
અનુસાર સૌ કોઈ પરિવારો દ્વારા નિત્ય દિવાબત્તી કરવામાં આવતી હતી. આ વૃક્ષ ગત
રાત્રિએ અચાનક ધરાશાઈ થયું હતું. જેમાં કોઈને જાનહાની થવા પામી ન હતી. હાલમાં વન
વિભાગને જાણ કરાતાં તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે.