Get The App

બનાસબેંકની ચૂંટણીમાં 99.20 ટકા મતદાન, 22 ઉમેદવારના ભાવી સીલ

- ૯ બેઠકો માટે ચુંટણી યોજાઈઃ૧૫ નવેમ્બરે ગણતરી

Updated: Nov 12th, 2021


Google NewsGoogle News
બનાસબેંકની ચૂંટણીમાં 99.20 ટકા મતદાન, 22 ઉમેદવારના ભાવી સીલ 1 - image

પાલનપુર,ડીસા,છાપી,તા.12

બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સંચાલક મંડળની ૧૯ પૈકીની નવ બેઠક માટે ૧૬ તાલુકા મથકો ખાતે  ચૂંટણી યોજાઈ જેમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કરતા ૯૯.૨૦ ટકા મતદાન થયું હતું જેને લઈ ભાજપના તેમજ હરીફ ભાજપના ઉમેદવારોએ પોત પોતાની જીતના દાવા કર્યા હતા. જોકે હાલ નવ બેઠકના ૨૨ ઉમેદવારોના ભાગ્ય મતપેટીઓમાં કેદ થયા છે.

સેવા વિભાગની આઠમાંથી પાંચ બેઠક પર ૧૦૦ ટકા મતદાન ઃ બન્ને જુથે જીતના દાવા કર્યા

બનાસકાંઠાની અગ્રણી અને બનાસબેંકના હુલામણા નામથી જાણીતી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના આગામી પાંચ વર્ષના નવા નિયામક મંડળના ૧૯ સભ્યોની ચૂંટણી જાહેર થઈ જેમાં સહકારી અગ્રણીઓના પ્રયાસ થી ૧૦ બેઠક બિન હરીફ થઈ હતી જ્યારે નવ બેઠક પર બે કે તેથી વધુ ઉમેદવારી ફોમ ભરાતા હતા જેમાં પાંચ બેઠક પર ભાજપ ના મેન્ડેડ વાળા ઉમેદવારો સામે ભાજપના આગેવાનો જ ચૂંટણી જંગમાં ઉતરતા પક્ષ વિરુદ્ધિ પ્રવુતિ બદલ ભાજપના પાંચ આગેવાનોને પક્ષ માંથી સસ્પેન્ડ કરાયા હતા જે બાદ શુક્રવારે સેવા વિભાગની આઠ અને ઇતર વિભાગની એક મળી કુલ નવ બેઠક પર ૨૨ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં બનાસકાંઠા ના ૧૪ અને સાંતલપુર તેમજ રાધનપુર મળી ૧૬ તાલુકા મથકો ખાતે મતદાન યોજાયું હતું જેમાં મતદારો પિતાના માનીતા ઉમેદવારોને વિજય બનાવવા વહેલી સવારથી મતદાન મથકો પર ઉમટી પડતા સેવા વિભાગની આઠ બેઠક પર ૯૯.૦૭ ટકા જેમાં વડગામ,દાંતીવાડા, લાખણી,સૂઇગામ અને ભાભર મળી પાંચ બેઠક પર ૧૦૦ ટકા મતદાન નોંધાયું હતું.  જ્યારે ઇતર વિભાગમાં ૯૮.૭૪ ટકા મતદાન નોંધાયું છે. જોકે સેવા અને ઇતર વિભાગના કુલ ૧૨૫૬ મતદારોમાંથી ૧૨૪૨ મતદારોએ મતદાન કરતા બનાસબેંકની ચૂંટણીમાં ૯૯.૨૦ટકા મતદાન થતા  ભાજપ ના મેન્ડેડ વાળા તેમજ હરીફ ઉમેદવારો એ જીતના દાવા કર્યા હતા. જોકે હાલ તો તમામ ઉમેદવારના ભાગ્ય મતદાન પેટીમાં સિલ થયા છે ત્યારે આગામી ૧૫ મી નવેમ્બરના રોજ પાલનપુર પ્રાંત કચેરી ખાતે મતગણતરી યોજાશે. જે પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરાશે.

૨૨ ઉમેદવારો વચ્ચે ખેલાયેલો ચૂંટણી જંગ

વડગામ બેઠક પર બે , પાલનપુર બે,ડીસા અને દાંતીવાડા બેઠક પર ત્રણ- ત્રણ જ્યારે લાખણી, સુઇગામ, ભાભર અને દિયોદર બેઠક પર બે-બે ઉમેદવાર અને ઇતર ની એક બેઠક પર ચાર મળી કુલ નવ બેઠક પર ૨૨ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ

પાંચ બેઠક પર ૧૦૦ ટકા મતદાન

બનાસબેંકની ચૂંટણીમાં સેવા સહકારી વિભાગની વડગામ બેઠક પર ૭૦ મતદારો માંથી ૭૦ દાંતીવાડા બેઠક પર ૫૧ માંથી ૫૧ લાખણી બેઠક પર ૭૦ માંથી ૭૦ સુઇગામ બેઠક પર ૨૯ માંથી ૨૦  અને ભાભર બેઠક પર ૪૮ માંથી ૪૮ મતદારોએ મતદાન કરતા આ પાંચ બેઠક પર ૧૦૦ ટકા મતદાન નોંધાયું હતું

સેવા વિભાગની આઠ અને એક ઇતર બેઠકની ચૂંટણી

બનાસબેંકની કુલ ૧૯ બેઠકો પૈકીની ૧૦ બેઠકો અગાઉ બિન હરીફ થયા બાદ સેવા સહકારી વિભાગની આઠ બેઠક જેમાં વડગામમાં ૨,પાલનપુર ૨,ડીસા ૩, દાંતીવાડા ૩,લાખણી ૨, સુઇગામ ૨,ભાભર ૨ અને દિયોદર બેઠક પર ૨ મળી કુલ ૧૮ ઉમેદવારો અને એક ઇતર વિભાગ ની બેઠક પર ૪ ઉમેદવાર મળી કુલ ૯ બેઠક પર ૨૨ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજયો હતો


Google NewsGoogle News