Get The App

શક્તિપીઠ અંબાજી ખાતે આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
શક્તિપીઠ અંબાજી ખાતે આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 1 - image

image : Filephoto

- પાંચ દિવસીય મહોત્વમાં સેંકડો ભક્તો ઉમટી પડશે

અમદાવાદ/અંબાજી,તા.12 ફેબ્રુઆરી 2024,સોમવાર

શક્તિપીઠ અંબાજી ખાતે આવતીકાલથી 16 ફેબ્રુઆરી સુધી 51 શક્તિપીઠ  ભવ્ય પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થશે. આ પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું અંબાજી ખાતે આગમન શરૂ થઇ ગયું છે.

ઉત્તર ગુજરાતના પરિક્રમાર્થીઓને લાવવા-લઇ જવા એસટી નિગમ દ્વારા વિના મૂલ્યે વ્યવસ્થા કરાઇ 

રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન- બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે પાલનપુર કલેકટર કચેરીથી પાંચ 'શક્તિરથો'નું પ્રસ્થાન કરાવ્યું હતું.  પરિક્રમા મહોત્સવના સમયગાળા દરમિયાન વિવિધ મંડળો અને ભજન સત્સંગ મંડળો દ્વારા 51 51 શક્તિપીઠો ખાતે ભજન સત્સંગ કરવામાં આવશે.

પરિક્રમા મહોત્સવના અન્ય દિવસો એ પણ વિવિધ ધામક કાર્યક્રમોનું આયોજન થશે. જેમાં મસાલ યાત્રા, ત્રિશૂળ યાત્રા, જ્યોતિ યાત્રા,  શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞા, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો દ્વારા પરિક્રમાની સાથે આનંદ ગરબા અખંડ ધૂનની સાથે  ગબ્બર ટોચ ખાતે રાત્રી 12 કલાકે મહા આરતીની સાથે વિવિધ કાર્યક્રમો કરાશે.  અંબાજી ખાતે પરિક્રમામાં આવનારા ભક્તો માટે એસટી નિગમ દ્વારા વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત સહિત ગાંધીનગર અને અમદાવાદથી વિનામૂલ્યે બસમાં પરિક્રમાર્થીઓને મુસાફરી કરવા દેવાશે. 


Google NewsGoogle News