30 વર્ષ જુની એરોમાં સર્કલ પરની ટ્રાફિક સમસ્યા હલ થશે રૃ.100 કરોડના ખર્ચની મંજુરી
- 'ગુજરાત સમાચાર'ના અહેવાલો બાદ લાખો લોકોની સમસ્યા હલ
- પાલનપુરની મુખ્ય ટ્રાફિક સમસ્યા નિવારવા એકશન પ્લાન તૈયારઃ ગ્રેડસપરેડર સાથેની ડિઝાઇન ફાઇનલ કરી રાજ્ય સરકારને મોકલાઇ
પાલનપુર તા. 28 જુલાઇ 2020,મંગળવાર
પાલનપુરના પ્રવેશદ્વારા પર આવેલ એરોમાં સર્કલ પર છેલ્લા પર
૩૦ વર્ષથી જટિલ બનેલ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે વહીવટી તંત્રએ પ્રયાસ હાથ ધર્યો
છે જેને લઇ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી
રૃ.૧૦૦ કરોડની આપી દેવામાં આવી છે. જેને લઇ ડિઝાઇનનું કામ પૂર્ણ થતા તેનો એક્શન
પ્લાન તૈયાર થઇ ગયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે એરોમાં સર્કલ પરના ટ્રાફિકને
સરળતાથી પસાર કરવા માટેની ગ્રેડસેપ્રેડેરની સાથે ડિઝાઇન ફાઇનલ કરી મંજુરી અર્થે
રાજ્ય સરકારમાં મોકલવામાં આવી છે. જેમાં આગામી ૧૦ દિવસમાં જો મંજુરી મળી જશે તો તે
અંગેની કામગીરી શરૃ કરી દેવામાં આવશે.
પાલનપુરમાં હાઇવે પર આવેલ એરોમાં સર્કલ પર અમદાવાદથી દિલ્હી, પાલનપુરથી ડીસા, પાલનપુર શહેર અને
આબુથી અમદાવાદ જતા વાહનો સર્કલ પર ભેગા થતાં હોવાથી વાહનોની લાંબી લાંબી કતારો
લાગે છે. જેને લઇ દિવસ દરમિયાન ટ્રાફિક જામ થઇ જાય છે. જેથી લોકોને પારાવાર
મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે આ કાયમી બનેલી ટ્રાફિક સમસ્યાનો હલ કરવા માટે
રાજ્ય સરકારે રૃપિયા ૧૦૦ કરોડ મંજુર કર્યા હતા. જેને લઇને ૩૦ વર્ષ જુની સમસ્યાને
હલ કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી મંજુરીની
મહોરમારવા માટે ડિઝાઇન રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. હાઇવે ઓથોરિટીના એકસપોર્ટ
સલાહકાર અને માર્ગ મકાન ખાતાના અધિકારીઓના મતે એરોમાં સર્કલ નાનું કરવું શક્ય ન
હોવાથી તેવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા રૃપિયા ૧૦૦ કરોડના મંજુર કરવામાં આવ્યા
હતા. જેને લઇને માર્ગ અને મકાન દ્વારા ગ્રેડ સેપ્રેડરની ડિઝાઇન સાથે એકશન પ્લાન
તૈયાર કરવામાં આવ્યો છે. જે અંગે અધિકારીઓ સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરી રાજ્ય
સરકારમાં મંજુરી અર્થે મોકલી દેવામાં આવી છે. સંપૂર્ણ પ્રોજેકટ સાથે અને બાયપાસના
વિકલ્પ સામે મંજુર કરવામાં આવેલ રૃ.૧૦૦ કરોડના ખર્ચે બનશે તેવું સુત્રોએ જણાવ્યું
હતું.
ટ્રાફિક સમસ્યા કેવી રીતે હળવી થશે
પાલનપુરમાં એરોમાં સર્કલ પર ગ્રેડ સેપ્રેડર પધ્ધતી
અપનાવવામાં આવી રહી છે. જેમાં એક ફલાય ઓવર હોવાથી અમુક વાહનો ઉપરથી જશે તેમજ એક
અંડરપાસ હોવાથી અમુક વાહનો નીચેથી જશે જ્યારે એક એડગ્રેડ હોવાથી અમુક વાહનો હયાત
માર્ગ પરથી જશે આમ સર્કલ પર વાહનો ત્રણ ભાગમાં વહેંચાઇ જવાથી સમસ્યાનું નિવારણ
આવશે. એવું સુત્રોએ જણાવ્યું હતું.
જમીન સંપાદન કરવાનું રહેશેઃ અધિકારી
માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આબુ
હાઇવે તરફની સરકારી જમીન અપુરતી હોવાથી સાઇડમાં રાઇટ ઓફ યુઝ વપરાશી હક્ક કે કાયમી
ધોરણે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.
ઓવરબ્રિજ બનવાનું શરૃ થશે તો ટ્રાફિક ડાયવર્ટ ક્યા કરવો,
તંત્ર મુંઝવણમાં
પાલનપુર એરોમાં સર્કલ પર અમદાવાદથી આબુ નેશનલ હાઇવે મળતો
હોવાથી મોટાભાગના વાહનો ત્યાંથી પસાર થતા હોય છે. ત્યારે સર્કલ પર જો અવરબ્રિજ
બનવાનું શરૃ થાય તો આટલો મોટો ટ્રાફિક ક્યાં ડાયવર્ટ કરવો તે અંક મુંઝવણ ભર્યો
પ્રશ્ન ઉભો થયો છે. જેથી થોડા સમય બાય પાસ કરી વાહનોને આગળ જવા દેવાસે.
ગ્રેડસેપ્રેડેર કોને કહે છે
રસ્તાની વેર્ટિકલ અને હોરીજોન્ટલ પ્રોફાઇલ હોય છે જે
પ્રોફાઇલને લીધે ગોળાઇ આવતી હોય તેમજ અમુક પર્ટીક્યુલર લંબાઇની અંદર વધારે પડતા
થાળ હોય તેને કટિંગ કે ફીંલિંગ કરવાની ડિઝાઇનને ગ્રેડસેપ્રેડેર કહે છે. ઉપર નીચે
રસ્તા બનાવવાને આ ડિઝાઇન કહે છે.