રાજસ્થાનથી રાણીપ મંડીમાં લઇ જવાતા 162 ઘેટા-બકરા બચાવાયા
- ડીસાની કાંટ પાંજરાપોળમાં મુકવામાં આવ્યા
- ટ્રકમાં ક્રુરતા પૂર્વક ઠાંસી ઠાંસીને મુગા પશુઓ ભરવામાં આવ્યા હતા, બે આરોપી ઝડપાયા
ડીસા તા.20
પાલનપુરના જીવદયા પ્રમીઓએ રાજસ્થાનથી આવી રહેલ એક ટ્રકને અટકાવતા તેમાંથી ક્રુરતા પૂર્વક ભરવામાં આવેલા ૧૬૨ ઘેટા-બકરા મળી આવ્યા હતા. જેથી ટ્રક ચાલક સહિત બે શખસોને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે લઈ આવ્યા હતા. જ્યાથી પશુઓને ડીસાની પાંજરાપોળમાં મોકલી આપી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પાલનપુર પોલીસે ટ્રકની તપાસ કરતા એક જ ટેમ્પામાં ૧૬૨ ઘેટા-બકરા ક્રતાપૂર્વક ભરેલા જોવા મળ્યા હતા. તે બાબતે પોલીસે ડ્રાઈવર અપ્પુખાન શરીફખાન સિંધી તેમજ ઈસ્માઈલખાન શોહરાબખાન સિંધીને પુછપરછ કરતા ટ્રક ચાલકે પોલીસને જણાવ્યું હતું કે, તેઓ ગુડામલાણી, જી.બાડમેર રાજસ્થાનથી બકરા ઈદ માટે ૧૬૨ ઘેટા-બકરા ભરી અમદાવાદ રાણીપ પશુ મંડીમાં લઇ જઈ રહ્યા હતા અને તેમની પાસે કોઈ પાસ પરમીટ પણ ન હતા. પાલનપુર પોલીસે જેથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા હોવાનું માલુમ થતા પોલીસે ૧૬૨ ઘેટા-બકરા સહિત કુલ રૂા.૫.૬૨લાખનો મુદ્દામાલને કબજે લઇ બે ઈસમો વિરૂધ્ધ ગુન્હો નોધી બચાવેલ ઘેટા-બકરાને ડીસાની રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે સારસંભાળ માટે મુક્યા હતા ત્યાં પાંજરાપોળમાં પશુઓને ઉતારી તેને જરૂરી સારવાર તેમજ ખોરાક પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.