Get The App

મિથુન (ક.છ.ઘ.) : સ્વાસ્થ્ય હોય કે નાણાં, આ રાશિના લોકોને વર્ષ દરમિયાન પડશે 'તકલીફ'!

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
મિથુન (ક.છ.ઘ.) :  સ્વાસ્થ્ય હોય કે નાણાં, આ રાશિના લોકોને વર્ષ દરમિયાન પડશે 'તકલીફ'! 1 - image


- વર્ષના પ્રારંભે ગુરૂ બારમો છે તેથી પ્રતિકૂળ રહે. તા. ૧૪-૫-૨૦૨૫ સુધી આપ બારમા ગુરૂના ચક્કરમાં રહો. ગુરૂ આપની પોતાની રાશિમાં પ્રવેશ કરતા આપને રાહત  થતી જાય

સંવત ૨૦૮૧નું વર્ષ આપના માટે મધ્યમ રહે. વર્ષારંભે આપને ગુરૂની પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. વૈશાખ વદ બીજ સુધી ગુરૂનું પરિભ્રમણ ઉચાટ-ઉદ્વેગ રખાવે ત્યારબાદ ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ થતાં ધીરે ધીરે આપને રાહત થતી જાય.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ આપના માટે નબળો રહે. પેટ-પેઢુની તકલીફ, ગુદાભાગની, પગની તકલીફ અનુભવાય. જૂની બીમારીમાં આપે સમયસર દાકતરી તપાસ, નિદાન કરાવતાં રહેવું. વારસાગત બીમારીમાં સપડાઈ ન જાવ તેની તકેદારી આપે રાખવી પડે. પરંતુ ૧૪-૫-૨૫થી આપને ધીરે ધીરે રાહત થતી જાય. આપના શારીરિક-માનસિક સ્વાસ્થ્યમાં સુધારો જણાય. આરોગ્ય સુધરતાં વજનમાં વધારો જણાય.

વર્ષના પ્રારંભે માગશર માસ દરમ્યાન ગુપ્ત ભાગની, ગુદાભાગની, ગુપ્ત રોગની તકલીફ જણાય. પેશાબમાં બળતરા, પેશાબ થવામાં તકલીફ અનુભવાય. કીડનીની તકલીફથી સંભાળવું પડે. પથરીની તકલીફ થાય. મધુપ્રમેહ (ડાયાબીટીસ)ના દર્દીઓને મુશ્કેલી રહે. આંખોમાં દર્દ-પીડા રહે. તા. ૧૪ જાન્યુઆરીથી ૧૨ ફેબુ્રઆરીના સમયગાળા દરમ્યાન મો આવી જવું. મોમાં, ગળામાં ઈન્ફેકશન, દાંતની તકલીફથી સંભાળવું પડે. ૨૮ જુલાઈથી ૧૩ સપ્ટેમ્બર દરમ્યાન હૃદય-મન વ્યગ્રતા-બેચેની અનુભવ્યા કરે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું પડે. બી.પી.ની તકલીફ હોય તેમણે દવા લેવામાં કાળજી રાખવી. લોહીના વિકારથી થતાં રોગોથી આપે સંભાળવું પડે. છાતીમાં મુંઝારો, ગભરામણ અનુભવાય.

આર્થિક સુખ-સંપત્તિ

વર્ષના પ્રારંભે ગુરૂ બારમો છે તેથી તેનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ રહે. તા. ૧૪-૫-૨૦૨૫ સુધી આપ બારમા ગુરૂના ચક્કરમાં રહો ત્યારબાદ ગુરૂ આપની પોતાની રાશિમાં પ્રવેશ કરતાં આપને રાહત થતી જાય.

બારમા ગુરૂના લીધે આપને આકસ્મિક ખર્ચ-ખરીદી આવ્યા કરે. આપના તેમજ, પત્નીના આરોગ્યના લીધે ખર્ચ જણાય. ધંધામાં આપે નુકસાનીનો સામનો કરવો પડે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. કોઈના દોરવાયા દોરવાઈ જઈને ક્યાંય પણ રોકાણ કરવું નહીં. કોઈના જામીન બન્યા હોય તો નાણાંકીયની સાથે કોર્ટ-કચેરીના ચક્કરમાં પણ આપ ફસાઈ ન જાવ તેનું ધ્યાન રાખવું પડે. જોકે જમીન-મકાન-વાહનની ખરીદી થતાં આપને રાહતની સાથે આનંદની લાગણી અનુભવાય.

વૈશાખ વદ-બીજથી ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ થતાં આપને ધીરે-ધીરે રાહત થતી જાય. ખોટા ખર્ચા-આકસ્મિક ખર્ચામાં ઘટાડો થતો જાય. આવકમાં ધીરે ધીરે વધારો થતો જાય અને જાવકમાં ઘટાડો થતો જાય. બચત થઈ શકે. રાહુ અને શનિનું પરિભ્રમણ પણ આપના માટે રાહતકારી રહે. તા. ૨-૧૨-૨૪ થી તા. ૨૮-૧૨-૨૪ દરમ્યાન આકસ્મિક બીમારીના લીધે, ઘરમાં રહેલ ઈલેક્ટ્રીક સામાન બગડતાં આપને આકસ્મિક ખર્ચ જણાય. તે સિવાય સીઝનલ ધંધામાં માલ બગડી જતાં આપે નુકસાનીનો સામનો કરવો પડે. તા. ૧૪-૧-૨૫ થી ૧૨-૨-૨૫ દરમ્યાન ભાઈભાંડુ વર્ગ-સગા-સંબંધીવર્ગ, અડોશ-પડોશ માટે ખર્ચ-ખરીદી જણાય. પરંતુ વર્ષ પસાર થતું જાય તેમ તેમ આપની આવકમાં સુધારો થતો જાય અને આપને રાહત થતી જાય.

પત્ની-સંતાન-પરિવાર

વર્ષના પ્રારંભે પત્નીના આરોગ્ય-આયુષ્યની ચિંતા રહે. સાંસારિક જીવનમાં નાની-નાની વાતોમાં વાદ-વિવાદ-ગેરસમજ, મનદુઃખ થઈ જાય. પિતૃપક્ષ-માતૃપક્ષની તેમજ તે પક્ષે કોઈ વડીલ હોય તો તેમના સ્વાસ્થ્યની ચિંતા આપને રખાવે. ૨૯/૬ થી ૨૬/૭ સુધીના સમયમાં સંતાન માટે ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. જોકે જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ આપને રાહત થતી જાય. પત્ની સાથેના વિવાદનો અંત આવે. પત્ની પીયરે જતી રહી હોય તો પુનઃમિલનના યોગ ઉભા થાય. સમાધાન થાય. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થતાં આનંદ-ઉત્સાહ અનુભવાય. નવદંપતિને, જેમને સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થતાં હર્ષોલ્લાસનું વાતાવરણ ઉભું થાય. કુટુંબ-પરિવારમાં આનંદદાયક પ્રસંગનું આયોજન ગોઠવાય. સંતાનના પરદેશગમનના કાર્યમાં પ્રગતિ જણાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય?

નોકરીમાં વર્ષના પ્રારંભથી વર્ષની મધ્ય સુધી ગુરૂની પ્રતિકૂળતાની અસર આપને રહે. આપના કામમાં કોઈને કોઈ મુશ્કેલી આવ્યા કરે. રાજકીય-સરકારી કિન્નાખોરીના ભોગ આપે બનવું પડે. ખાતાકીય તપાસમાં ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી. જેમના પર પહેલેથી કાયદાકીય કાર્યવાહી ચાલતી હોય, સસ્પેન્ડ થયેલા હોય તેમની મુશ્કેલીમાં વધારો થાય. જેઓ નાણાંકીય જવાબદારીનું કામ કે તેને સંલગ્ન કોઈ કાર્ય સંભાળતા હોય તેમણે વિશેષ કાળજી રાખવી. કોઈના ભરોસે રહેવું નહીં. નાણાં ભરવાનો સમય ના આવે તેની તકેદારી રાખવી. આપની પ્રગતિની ઈર્ષ્યા કરનારવર્ગ, હરિફવર્ગ આપને મુશ્કેલીમાં મુકવાના પ્રયાસ કરે. સરકારી નોકરી હોય તેમને મનગમતી જગ્યાએથી બીજે જવું પડે.

પરંતુ ૧૪-૫-૨૦૨૫થી ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ રહેતાં આપને ધીરે-ધીરે રાહત થતી જાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવે. શનિ-રાહુની સાનુકૂળતા આપને મદદરૂપ થાય. દેશ-પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય. ઘણા સમયથી અટકી પડેલા પ્રમોશનના કાર્યમાં પ્રગતિ જણાય. નવી કંપનીમાં નવી તક પ્રાપ્ત થાય. આપના કાર્યની કદર-પ્રશંસા થતાં કામ કરવાનો ઉત્સાહ વધે. મહત્વના નિર્ણયો લેવામાં આપને સાનુકૂળતા રહે. રાજકીય-સરકારી કામમાં આપને સરળતા રહે. નોકરીની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. તા. ૧૪-૧-૨૦૨૫ થી ૧૨-૨-૨૦૨૫ દરમ્યાન સહકર્મીની-નોકર-ચાકર વર્ગની મુશ્કેલી જણાય. માગશર-પોષ માસ દરમ્યાન આપે સ્વાસ્થ્યની કાળજી રાખી કામકાજ કરવું.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય !

ધંધાકીય દ્રષ્ટિએ સંવત ૨૦૮૧નું વર્ષ મધ્યમ રહે. વર્ષના પ્રારંભમાં ગુરૂની પ્રતિકૂળતા આપને કામકાજ મુશ્કેલી રખાવડાવે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરી રાખવો નહીં. હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ દ્વારા આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય. અન્યના ભરોસે રહેવામાં કે અન્યની ભૂલના લીધે આપના ખર્ચ-દોડધામમાં વધારો જણાય. વૈશાખ વદ-બીજ તા. ૧૪-૫-૨૦૨૫ સુધી ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળ રહેશે. ત્યારબાદ ધીરે-ધીરે સાનુકૂળતાનો અનુભવ થતો જાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામ ઉકેલાતો જાય. નવી કોઈ વાતચીત આવે કે નવો કોઈ ઓર્ડર મળી રહે. સંતાનનો સાથ સહકાર મળી રહે. વાણીની મીઠાશથી આપને લાભ-ફાયદો જણાય. ધંધો વધારવાનું કે નવું યુનિટ ખોલવાનું વિચારી રહ્યા હોવ તો તેમાં સાનુકૂળતા મળી રહે.

માગશર અને પોષ માસ દરમ્યાન આપને સ્વાસ્થ્યની તકલીફ રહેતા કામમાં વિલંબ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાડું સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે. નોકર-ચાકરવર્ગની તકલીફ આપને રહે. ૧૪/૫થી ૨૬/૭ સુધીમાં સમય દરમ્યાન વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. નોકર-ચાકર વર્ગ માટે આકસ્મિક ખર્ચ જણાય. સફેદ વસ્તુના ધંધામાં, સરકારી ટેન્ડર ભરી કામ કરતા હોય તેમાં ખાણીપીણીના ધંધામાં, ટ્રાવેલ્સના ધંધામાં આપે નુકસાનીથી સંભાળવું પડે. સરકારી-ખાતાકીય તપાસના ભોગ ના બનો તેની તકેદારી રાખવી પડે. જોકે તે જ સમય દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ થતાં આપને રાહત રહે. શનિ-રાહુનું પરિભ્રમણ પણ આપને સરળતા આપે. તા. ૨૮/૭ થી ૧૩/૯ સુધીના સમયમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગનો સામનો કરવો પડે. અગ્નિ-ઈલેકટ્રીકથી, આગ લાગવાથી નુકસાનથી સંભાળવું પડે.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગ માટે વર્ષના પ્રારંભથી શરૂ કરીને વર્ષની મધ્ય સુધીનો સમય મુશ્કેલ રહે. ઘર-પરિવારની સાથે વ્યવસાય-નોકરી કરનારને બન્ને જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલી પડે. પતિ સાથે નાની નાની વાતોમાં વાદ-વિવાદ-ગેરસમજ, મનદુઃખ થઈ જાય. કોર્ટ-કચેરીના પ્રશ્ને આપની મુશ્કેલીમાં વધારો થાય. સાસરી પક્ષ - મોસાળ પક્ષે બીમારી-ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય. આકસ્મિક ખર્ચાઓને લીધે નાણાંભીડ અનુભવાય. નાણાંકીય આયોજન ખોરવાઈ જાય. પરંતુ તા. ૧૪-૫-૨૫ થી ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ થતું જાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવે. પતિ સાથે સમાધાનની તક ઉભી થાય. વિવાહલગ્નની વાતચીત આવે કે નક્કી થાય. સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. શનિ-રાહુનું સાનુકૂળ પરિભ્રમણ પણ આપને મદદરૂપ થાય. સંતાનના પ્રશ્ને આપના ચિંતા-પરેશાનીમાં ઘટાડો થતો જાય.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગ માટે આ વર્ષ આરોહ-અવરોહમાં પસાર થાય. તા. ૧૪-૫-૨૦૨૫ સુધી ગુરૂ ગ્રહનું પરિભ્રમણ આપના માટે સારું નથી તેથી અભ્યાસની તૈયારી આપે પહેલેથી જ શરૂ કરી દેવી. કારકીર્દીનું વર્ષ હોય, મહત્વનું વર્ષ હોય તેમને વધુ પડતા આત્મવિશ્વાસમાં કે અન્ય કોઈના ભરોસે રહેવું નહીં. પરીક્ષા સમયે બીમારી-અકસ્માત, હતાશા-નિરાશાથી સંભાળવું પડે. જોકે માર્ચના અંતમાં શનિનું તેમજ મે માસમાં ગુરૂ અને રાહુનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળ થતું જાય. આપની મહેનતના પ્રમાણમાં ધીરે ધીરે પરિણામ પ્રાપ્ત કરતાં જાવ. વિદેશમાં અભ્યાસ માટેની કાર્યવાહીમાં આપને સાનુકૂળતા મળી રહે. વિદ્યાભ્યાસ સાથે અર્થોપાર્જનની તક ઉભી થાય. લાગણી-મિત્રતાના ચક્કરમાં પડવું નહીં.

ખેડૂત વર્ગ

વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ ખેડૂત વર્ગ માટે મધ્યમ રહે. વર્ષના પ્રારંભમાં આપને કોઈ ને કોઈ તકલીફ જણાય. ઉભો પાક બગડી જવાથી કે બળી જવાથી આપે નુકસાનીનો સામનો કરવો પડે. અને આપને સમય-નાણાં-મહેનતનો વ્યય અનુભવાય. સરકારી સહાય મળવામાં મોડું થવાથી આપની ગણત્રી-ધારણા અવળી પડતી જાય. ઘરના નાણાં ઉમેરીને કામ કરવાનો સમય આવે. વર્ષ પસાર થતું જાય તેમ આપને ધીરે ધીરે રાહત થતી જાય. આપના કામમાં સાનુકૂળતા થતી જાય. પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે. રાજકીય સરકારી કામનો ઉકેલ આવે. કૌટુંબિક-પારિવારીક સુખ-સમૃદ્ધિમાં વધારો થવાથી આનંદ-ઉત્સાહ અનુભવો. વર્ષાન્તે સારો પાક થવાથી લાભ-ફાયદો મળી રહે.

ઉપસંહાર

સંવત ૨૦૮૧નું વર્ષ આપના માટે મધ્યમ રહે. વર્ષના પ્રારંભથી વર્ષની મધ્ય સુધીનો સમય પ્રતિકૂળ રહે. આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ, નાણાંકીય લેવડ-દેવડની દ્રષ્ટિએ આપે સંભાળવું પડે. તે સિવાય પત્ની, પિતા-માતાની ચિંતા રહે. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુઃખથી સંભાળવું પડે. જોકે જેમ-જેમ સમય પસાર થતો જાય તેમ તેમ આપને ધીરે ધીરે રાહત-શાંતિનો અનુભવ થાય. આપના વિલંબમાં પડેલા કાર્યોનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. દેશ-પરદેશના કામમાં પ્રગતિ જણાય. પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય.

 ટૂંકમાં પૂર્વાર્ધ પ્રતિકૂળ તો ઉત્તરાર્ધ સાનુકૂળ રહે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ આપના માટે નબળો રહે. પેટ-પેઢુની તકલીફ, ગુદાભાગની, પગની તકલીફ અનુભવાય. જૂની બીમારીમાં આપે સમયસર દાકતરી તપાસ, નિદાન કરાવતાં રહેવું. વારસાગત બીમારીમાં સપડાઈ ન જાવ તેની તકેદારી આપે રાખવી પડે. પરંતુ ૧૪-૫-૨૫થી આપને ધીરે ધીરે રાહત થતી જાય. આપના શારીરિક-માનસિક સ્વાસ્થ્યમાં સુધારો જણાય. આરોગ્ય સુધરતાં વજનમાં વધારો જણાય.

વર્ષના પ્રારંભે માગશર માસ દરમ્યાન ગુપ્ત ભાગની, ગુદાભાગની, ગુપ્ત રોગની તકલીફ જણાય. પેશાબમાં બળતરા, પેશાબ થવામાં તકલીફ અનુભવાય. કીડનીની તકલીફથી સંભાળવું પડે. પથરીની તકલીફ થાય. મધુપ્રમેહ (ડાયાબીટીસ)ના દર્દીઓને મુશ્કેલી રહે. આંખોમાં દર્દ-પીડા રહે. તા. ૧૪ જાન્યુઆરીથી ૧૨ ફેબુ્રઆરીના સમયગાળા દરમ્યાન મો આવી જવું. મોમાં, ગળામાં ઈન્ફેકશન, દાંતની તકલીફથી સંભાળવું પડે. ૨૮ જુલાઈથી ૧૩ સપ્ટેમ્બર દરમ્યાન હૃદય-મન વ્યગ્રતા-બેચેની અનુભવ્યા કરે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું પડે. બી.પી.ની તકલીફ હોય તેમણે દવા લેવામાં કાળજી રાખવી. લોહીના વિકારથી થતાં રોગોથી આપે સંભાળવું પડે. છાતીમાં મુંઝારો, ગભરામણ અનુભવાય.


Google NewsGoogle News