Get The App

ભવિષ્યની ઘટના અંગે સંકેત કરે છે અંગનું ફરકવું, જાણો વિગતો

Updated: Feb 6th, 2020

GS TEAM


Google News
Google News
ભવિષ્યની ઘટના અંગે સંકેત કરે છે અંગનું ફરકવું, જાણો વિગતો 1 - image


નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2020, ગુરુવાર 

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જાતકના શરીરના અંગ ફરકવા અનુસાર તેની સાથે બનનાર ઘટના વિશે ફળકથન કરી શકાય છે. નિષ્ણાંતો શરીરના અંગ ફરકવાના આધારે આ ફળકથન કરતાં હોય છે. જેમકે...

1. પુરુષના શરીરનું ડાબું અંગ ફરે તો તેને ભવિષ્યમાં દુખદ ઘટનામાંથી પસાર થવું પડે છે. જો તેનું જમણું અંગ ફરકે તો તેને શુભ સમાચાર મળે છે. મહિલાઓનું ડાબું અંગ ફરકે તો શુભ અને જમણી ફરકે તો અશુભ ઘટના બને છે. 

2. જો બંને ગાલ ફરકે તો ધનલાભ થાય છે. 

3. જો ડાબી આંખ ફરકે તો તેની ઈચ્છા પૂર્ણ થાય છે અને જમણી આંખ ફરકે તો તેને સારા સમાચાર મળે છે. પરંતુ જમણી આંખ વધારે સમય સુધી કે દિવસો સુધી ફરકે તો બીમારી તરફ ઈશારો કરે છે. 

4. હોંઠ ફરકે તો નવા મિત્રો મળે છે. 

5. હથેળીમાં ખંજવાળ આવે તો સમજવું કે અણધારી સમસ્યા માથે આવી પડશે. આંગળીનો ભાગ ફરકે તો મિત્રો સાથે મુલાકાત થશે. 

6. જમણો ખભો ફરકે તો ધન લાભ  થાય. ડાબો ખભો ફરકે તો નવા સંબંધ બંધાઈ શકે છે. બંને ખભા એકસાથે ફરકે તો કોઈ સાથે ઝઘડો થાય છે. 

7. પીઠ ફરકે તો સમજવું કે મોટી સમસ્યા આવી પડશે.

8. જમણી કોણી ફરકે તો ઝઘડો થવાના સંકેત હોય છે. ડાબી કોણી ફરકે તો સમાજમાં માન વધે તેવી ઘટના બને.

9. સાથળ ફરકે તો શરમજનક સ્થિતિમાં મુકાય જાય તેવી ઘટના બને.. 


Tags :