Get The App

18 જૂને વર્ષની સૌથી મોટી અગિયારસ: નિર્જળા વ્રત કરતાં પહેલા જાણો પારણાનો સમય અને ઉપાય

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
18 જૂને વર્ષની સૌથી મોટી અગિયારસ: નિર્જળા વ્રત કરતાં પહેલા જાણો પારણાનો સમય અને ઉપાય 1 - image


Image: Freepik

Nirjala Ekadashi 2024: 18 જૂન 2024 મંગળવારે વર્ષની સૌથી મોટી એકાદશી નિર્જળા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ વ્રતના પારણા 19 જૂને જેઠ શુક્લ બારસ તિથિમાં કરવામાં આવશે. જાણો નિર્જળા એકાદશી વ્રતની પૂજાનું મુહૂર્ત, વ્રત પારણાનો સમય અને દાન વગેરે વિશે.

નિર્જળા એકાદશી તિથિ

પંચાંગ અનુસાર જેઠ શુક્લ એકાદશી તિથિ 17 જૂન સોમવારે સવારે 04.43 મિનિટથી 18 જૂનની સવારે 07.24 સુધી છે. ઉદયાતિથિ અનુસાર 18 જૂને નિર્જળા એકાદશીનું વ્રત રાખવામાં આવશે.

નિર્જળા એકાદશી પૂજા વિધિ

સવારે જલ્દી ઉઠીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુની સામે હાથ જોડીને વ્રત-પૂજાનો સંકલ્પ લો. પછી ભગવાન વિષ્ણુનો ગંગાજળથી અભિષેક કરીને ધૂપ-દીવો કરો. ફૂલ, ફળ, મિઠાઈ અને તુલસી દળ અર્પણ કરો. ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો. અંતમાં આરતી કરો.

નિર્જળા એકાદશી પારણા સમય

એકાદશી વ્રતના પારણા બારસ તિથિએ કરવામાં આવે છે. આ વર્ષે નિર્જળા એકાદશી વ્રતના પારણા 19 જૂનની સવારે 07.28 વાગ્યાથી પહેલા જ કરવા યોગ્ય હશે. 19 જૂનની સવારે સાડા 7 વાગ્યા પહેલા પાણી પીને એકાદશી વ્રતના પારણા કરી લો.

નિર્જળા એકાદશીનું દાન

નિર્જળા એકાદશીના દિવસે પાણીથી ભરેલા ઘડાનું દાન કરવું ખૂબ શુભ હોય છે. આ સિવાય અનાજ, કપડાં, ધન, રસવાળા ફળો જેમ કે કેરીનું દાન કરવું જોઈએ.

નિર્જળા એકાદશીના દિવસે શું ન કરવું

નિર્જળા એકાદશીનું વ્રત ન કરી રહ્યાં હોવ તો પણ આ દિવસે ભૂલથી પણ ચોખાનું સેવન ન કરવું. તામસિક ભોજન ન કરવું. આ દિવસે ખરાબ વિચાર મનમાં ન લાવો, કોઈથી અપશબ્દ ન કહો.


Google NewsGoogle News