100 વર્ષ બાદ બની રહ્યો છે આવો સંયોગ, હોળી પર આ રાશિના જાતકોના જીવન પર પણ લાગશે 'ગ્રહણ'
હોળીના દિવસે થતું આ ચંદ્રગ્રહણ કર્ક રાશિના લોકો માટે અશુભ માનવામાં આવશે
વર્ષ 2024નું પહેલું ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિના લોકો પર નકારાત્મક અસર પાડી શકે છે.
Image Twitter |
Chandra Grahan 2024 effects on rashi: વર્ષ 2024નું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચે હોળીના દિવસે થઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ ભારતીય સમય મુજબ 25 માર્ચના રોજ સવારે 10:23 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 3:02 વાગ્યા સુધી ચાલશે. જો કે, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનું સુતક પણ નહીં લાગે. સુતક કાળ ન હોવાને કારણે હોળી રમવા પર કે પૂજા કરવા પર કોઈ અસર નહીં થાય.જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ ચંદ્રગ્રહણથી કેટલીક રાશિઓ પર તેની શુભ કે અશુભ અસર પડી શકે છે. જેમાં આ ચંદ્રગ્રહણથી 3 રાશિવાળા લોકોને નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ હોળી પર 100 વર્ષ બાદ આવો સંયોગ બની રહ્યો છે. તેમને આ ચંદ્રગ્રહણ દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે.
ચંદ્રગ્રહણથી આ રાશિઓ પર નકારાત્મક અસર
કર્ક રાશિ :
હોળીના દિવસે થતું આ ચંદ્રગ્રહણ કર્ક રાશિના લોકો માટે અશુભ માનવામાં આવશે. આ રાશિના લોકોને આર્થિક નુકસાન થવાની સંભાવના છે. એટલે કર્ક રાશિના જાતકો તેમનો વ્યવહાર અને રોકાણ સમજી વિચારીને કરે. તેમજ કોઈ ઈજાઓ પણ પહોંચી શકે છે, જેથી કરીને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી, નહીંતર અકસ્માતનો ભોગ બની શકો છો. મનમાં ઉદાસતા કે કોઈ બાબતે તણાવ રહેવાની સંભાવના છે. સખત મહેનત કરવા છતાં પણ કામ પૂરું નહીં થાય, એટલે આ સમય દરમિયાન ધીરજ રાખવી તમારા માટે હિતાવહ રહેશે.
વૃશ્ચિક રાશિ :
વર્ષ 2024નું પહેલું ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિના લોકો પર નકારાત્મક અસર પાડી શકે છે. તમારા પર ખોટો આરોપ લાગી શકે છે અથવા તમારા વિરુદ્ધ કોઈ કાવતરું રચી શકે છે. આ દિવસે ખૂબ કાળજીપૂર્વક કામ કરવું અને કોઈની સાથે ઘર્ષણમાં ન ઉતરવું. આ દિવસે કોઈ નવું કામ કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત તમારુ સ્વાસ્થ્ય બગડવાની શક્યતાઓ રહેલી છે, તેથી તમારા સ્વાસ્થ્ય બાબતે આ સમયે પૂરતું ધ્યાન રાખવાની જરુર છે. વિશેષમાં બહારનું ખાવા-પીવાથી દૂર રહેવું, જે તમારા સ્વાસ્થ્ય બગાડી શકે છે. તમારા જીવનસાથી સાથે નાની બાબતોમાં પણ ઝઘડો થઈ શકે છે.
મીન રાશિ :
હોળીના દિવસે થનારું આ ચંદ્રગ્રહણ મીન રાશિના લોકો માટે પણ નકારાત્મક અસર કરી શકે છે. આ રાશિના લોકો પર કામનો બોજ વધી શકે છે. નોકરી કરતાં લોકોએ કેટલીક સમસ્યાનો સામનો કરવાની નોબત આવી શકે છે. આ સાથે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને વેપારમાં નુકસાન થઈ શકે છે. આ દિવસે કોઈ વિવાદમાં ન પડવું. તેમજ હોળીના દિવસે વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું, નહીંતર નાની-મોટી ઈજાઓ થઈ શકે છે.