Get The App

પૂજા સમયે બગાસા આવવા, આંસુ આવવા શુભ માનવા કે અશુભ, જાણો શું છે તેની પાછળનો સંકેત

આંસુ આવવાથી ભગવાન સાથે આપણો વિશ્વાસ અતુટ થઈ જાય છે

આંસુ નિકળવાનો સંકેત છે કે તમારી આત્માનો ઈશ્વરીય શક્તિ સાથે જોડાણ થઈ ગયુ છે

Updated: Sep 1st, 2023


Google NewsGoogle News
પૂજા સમયે બગાસા આવવા, આંસુ આવવા શુભ માનવા કે અશુભ, જાણો શું છે તેની પાછળનો સંકેત 1 - image
Image Envato 

તા. 1 સપ્ટેમ્બર 2023, શુક્રવાર 

જો તમને પણ પૂજા કરતી વખતે આંસુ આવતા હોય અથવા બગાસા આવતા હોય તો આ કઈ વાતનો સંકેત છે. તેના વિશે આજે માહિતી મેળવીએ. જ્યારે તમે ભગવાનની પ્રાર્થના કરતા હોવ છો ત્યારે તમારી આત્મા સીધો ભગવાન સાથે જોડાય છે. ભગવાનનો દરેક જગ્યાએ દરેક વસ્તુઓમાં વાસ રહેલો છે. જ્યારે તમારો આત્મા ભગવાન સાથે જોડાયેલો હોય છે ત્યારે ભગવાન તમને કેટલાક સંકેત આપે છે પરંતુ આપણે તેમના સંકેતોને સમજી નથી શકતા. 

આંસુ આવવાથી ભગવાન સાથે આપણો વિશ્વાસ અતુટ થઈ જાય છે

ભગવાન આપણા દરેક સાથે જોડાયેલ છે આપણે જ્યારે ભગવાનની પૂજા કરતા હોઈએ છીએ ત્યારે આપણી આસપાસનું વાતાવરણ ઉર્જાથી ભરેલુ હોય છે. આપણે ગમે તેટલા દુખી હોઈએ પરંતુ આપણને ખુશીઓનો અનુભવ થાય છે. આ સકારાત્મક ઉર્જાની અસર હોય છે. જેમા ક્યારેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે મા સરસ્વતીનું ધ્યાન કરતા હોઈએ છીએ ત્યારે આંખોમાં આસુ આવી જતા હોય છે. તો ક્યારેક ભગવાન સાથે જોડાયેલી કથા અથવા ભજન સાંભળતા હોઈએ છીએ ત્યારે શરીરમાં રુવાટા ઉભા થઈ જાય છે અને આંખોમાં આંસુ આવી જતા હોય છે. આંસુ આવવાથી ભગવાન સાથે આપણો વિશ્વાસ અતુટ થઈ જાય છે. 

આંખોમાંથી આંસુ આવવા

જ્યારે તમે ભગવાનની પુજામાં ધ્યાન લગાવીને બેઠા હોવ ત્યારે ત્યારે તમારી આંખોમાં આંસુ નિકળતા હોય છે તો તેમા એ સંકેત છે કે તમારી આત્માનો ઈશ્વરીય શક્તિ સાથે મિલન થઈ ગયું છે. આવા સમયે તમે ભગવાન પાસે જે પણ માંગો તે તમને તમને જરુર મળી જશે. મોટાભાગના લોકો તેવે એક સંયોગ સમજીને છોડી દેતા હોય છે પરંતુ આવા સમયે ઈશ્વર સાથે પોતાની મનોકામના કહેવામાં આવે તો પુરી થાય છે.

આંસુ નિકળવાનો સંકેત છે કે તમારી આત્માનો ઈશ્વરીય શક્તિ સાથે જોડાણ થઈ ગયુ છે 

આંસુ આવવા તેનો સંકેત છે કે તમારા મનની અંદરની સફાઈ થઈ ગઈ છે. તમારા મનમાં જે પણ ખોટા વિચાર અને દુખ છે તે પણ બહાર આવી રહ્યા છે. 

બગાસા આવવા

જ્યારે આપણે કોઈ રીતે હેરાન હોઈએ ત્યારે ભગવાનની ભક્તિ કરતા હોઈએ છીએ ત્યારે મન શાંત ન હોવાના કારણે વિચલિત રહે છે, જેના કારણે મનમાં ક્યારેય ચેન નથી મળતું અને તેના કારણે ઉદાસી અને ઉંઘ આવવા લાગે છે. 



Google NewsGoogle News