મંગળવારે હનુમાનજીની પૂજા કરવાનું છે વિશેષ મહત્વ, અચૂક કરો આ ઉપાય
Image Source: Twitter
અમદાવાદ, તા. 02 જાન્યુઆરી 2024 મંગળવાર
હનુમાનજીની પૂજા મંગળવારના દિવસે કરવામાં આવે છે. આ દિવસે પૂજાનું વિશેષ મહત્વ છે.
મંગળવારનો દિવસ હનુમાન પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.
મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર ચઢાવો, માળા પહેરાવો અને લાડવાનો ભોગ અર્પણ કરો. લાડુ કે બૂંદી હનુમાનજીને ખૂબ પ્રિય છે તેથી ધ્યાન રાખો કે મંગળવારની પૂજામાં લાડવા જરૂર રાખો.
મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરો. આવુ કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જાય છે.
હનુમાન ભક્ત મંગળવારના દિવસે હનુમાનજી માટે ઉપવાસ જરૂર કરે છે. એવી માન્યતા છે કે આ દિવસે જે જાતકોને ખૂબ ગુસ્સો આવતો હોય તેઓ મંગળવારના દિવસે વ્રત કરે તો ગુસ્સો ઓછો થઈ જાય છે.
મંગળવારના દિવસે વાંદરાને ચણા, કેળા કે ગોળ જરૂર ખવડાવો. મંગળવારના દિવસે વાંદરાની સેવા કે ભોજન ખવડાવવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.