મહિલાઓ મંગળસૂત્ર પહેરવામાં ન કરે આ ભૂલ, નહીતર લગ્નજીવનમાં આવશે મોટું વિઘ્ન! જાણો જ્યોતિષ શાસ્ત્રના નિયમ
Image Source: Twitter
અમદાવાદ, તા. 04 નવેમ્બર 2023 શનિવાર
મંગળસૂત્ર પરિણીત સ્ત્રીઓ પહેરે છે. તેને સુહાગની નિશાની માનવામાં આવે છે. મંગળસૂત્ર વિના સોહાગણનો શણગાર અધૂરો માનવામાં આવે છે. ધર્મમાં તેનો સંબંધ ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે માનવામાં આવ્યો છે. મંગળસૂત્રમાં લાગેલા કાળા મોતીઓ અને સોનાને શિવ-પાર્વતીના બંધનનું પ્રતીક માનવામાં આવ્યો છે. જેમાં કાળા મોતીઓને શિવજી અને સોનાને માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવ્યુ છે. જ્યોતિષમાં સોનાનો સંબંધ ગુરુ ગ્રહ અને ભગવાન વિષ્ણુ સાથે છે. સાથે જ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં મંગળસૂત્ર ખરીદવા, પહેરવા વગેરેને લઈને અમુક નિયમ બનાવાયા છે.
મંગળસૂત્ર પહેરવાના નિયમ
પારંપરિક મંગળસૂત્રમાં 9 મણકા હોય છે અને તેને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ માતા દુર્ગાના 9 રૂપોનું પ્રતિનિધિત્વ કરતા સુહાગની રક્ષા કરે છે. સાથે જ લગ્નજીવનને ખરાબ નજરથી બચાવે છે. સોનુ સૌભાગ્ય આપે છે. તેથી દરેક પરિણીત સ્ત્રીએ મંગળસૂત્ર પહેરવુ જોઈએ. મંગળસૂત્ર હંમેશા શુભ મુહુર્તમાં ખરીદવુ જોઈએ. નવુ મંગળસૂત્ર પણ સારા મુહૂર્તમાં જ ધારણ કરવુ જોઈએ. તેને વારંવાર અન્ય દાગીનાની જેમ ઉતારવુ જોઈએ નહીં. મંગળસૂત્ર હંમેશા પહેરીને રાખવુ જોઈએ.
મંગળસૂત્ર પહેરવામાં આ ભૂલ કરવી જોઈએ નહીં
જ્યોતિષ શાસ્ત્રમાં મંગળસૂત્રને લઈને એક ખૂબ મહત્વની વાત કહેવામાં આવી છે. જે અનુસાર ક્યારેય પણ કોઈ અન્ય મહિલાનું મંગળસૂત્ર પહેરવુ જોઈએ નહીં. આવુ કરવુ અશુભ હોય છે અને આ લગ્ન જીવન પર ખરાબ અસર નાખે છે. બીજી મહિલાનું મંગળસૂત્ર પહેરવાથી પતિ-પત્નીની વચ્ચે ક્લેશ અને તણાવ થાય છે.
આ સિવાય મંગળસૂત્રમાં કાળા મોતીનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં કરો. સાથે જ ઓછુ ભલે હોય પરંતુ સોનાનો ઉપયોગ જરૂર કરો. આવુ મંગળસૂત્ર પતિ અને પત્ની બંને માટે સૌભાગ્ય લાવે છે. જે મહિલાઓ હંમેશા મંગળસૂત્ર પહેરે છે તેને ગુરુ ગ્રહ શુભ ફળ આપે છે અને તેમનુ લગ્ન જીવન હંમેશા ખુશીઓથી ભરેલુ રહે છે.