ચૈત્ર નવરાત્રી: આઠમ પર બની રહ્યા છે બે શુભ યોગ, આ 5 રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
ચૈત્ર નવરાત્રી: આઠમ પર બની રહ્યા છે બે શુભ યોગ, આ 5 રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય 1 - image


Image: Twitter

Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રીનો મહાપર્વ ચાલી રહ્યો છે. નવરાત્રીની આઠમ તિથિ પર માતા ગૌરી અને કન્યા પૂજનનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. આ વખતે આઠમ 16 એપ્રિલે મનાવવામાં આવશે. જ્યોતિષ અનુસાર આ વખતે ચૈત્ર નવરાત્રીની મહાઅષ્ટમી પર સર્વાર્થસિદ્ધિ અને રવિ યોગનું નિર્માણ થવાનું છે. આ શુભ યોગ 3 રાશિઓ માટે શુભ માનવામાં આવી રહ્યો છે.

વૃષભ

વૃષભ રાશિમાં ધન લાભના યોગ બની રહ્યાં છે. તમારું કોઈ અટકેલુ કાર્ય પૂરુ થશે. સંપત્તિનો લાભ પણ થઈ શકે છે. ધનનું દાન કરો.

કર્ક

તમને કરિયરમાં પ્રગતિની નવી તક મળશે. ધનની સ્થિતિ સારી રહેશે. કોઈ પ્રિયજન સાથે મુલાકાત થશે. પીળા રંગના ફળોનું દાન કરવુ.

કન્યા

કન્યા રાશિમાં ધન લાભના યોગ છે. શત્રુઓના ષડયંત્રોથી બચશો. ભેટ અને સન્માનો લાભ મળશે. સુખદ યાત્રાઓ પર જઈ શકો છો. ભોજનની વસ્તુઓનું દાન કરવુ.

મકર

ધન-સંપત્તિના મામલે સુધારો થશે. કરિયરમાં સારી તકની પ્રાપ્તિ થશે. પરિવારમાં પ્રસન્નતા આવશે. વસ્ત્રોનું દાન કરવુ.

મીન

બેન્ક-બેલેન્સ વધશે. દેવુ અને ખર્ચથી રાહત મળશે. કરિયરની સમસ્યાઓ દૂર થશે. પારિવારિક વાદ-વિવાદ ઉકેલાશે. ભોજનની વસ્તુઓનું દાન કરવુ.

ઉપાય

મહાઅષ્ટમીના દિવસે માતા ગૌરીને શીરો, પૂરી અને ચણાનો ભોગ અર્પણ કરો. દુગા સપ્તશતીનો પાઠ કરો અને માતા ગૌરીના મંત્રોનો જાપ કરવો.


Google NewsGoogle News