Get The App

શિવજીને જળાભિષેક કેમ કરાય છે, જાણો મહાકુંભ સાથેનું કનેક્શન અને તેની પાછળની કહાની

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
શિવજીને જળાભિષેક કેમ કરાય છે, જાણો મહાકુંભ સાથેનું કનેક્શન અને તેની પાછળની કહાની 1 - image


Image: Wikipedia

Mahakumbh Mela 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો સંગમ તટ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયાર છે. ગંગા-યમુનાની સાથે અદ્રશ્ય સરસ્વતીના મિલનનો આ પાવન તટ સદીઓ જૂની તે પરંપરા અને વારસાનો સાક્ષી બનવાનો છે, જેણે 'સર્વે ભવંતુ સુખિન:' અને 'વસુધૈવ કુટુંબકમ' જેવો મંત્ર આપ્યો છે. સંગમ તટ પર સ્નાનની પરંપરા લગભગ ધાર્મિક આસ્થા અને રિવાજનું અનુપાલન નહીં પરંતુ આ સંયુક્ત થવાની સંસ્કૃતિ છે. પોતાના સમાજ સાથે હળવા-મળવાનું દ્વાર છે. આ તટ તે સ્થળ છે જ્યાં સમગ્ર આવરણ દબર જાય છે અને માત્ર હર હર ગંગે ના સ્વર આકાશમાં ગૂંજે છે. એકતાનો આ સમાગમ સભ્યતાઓનો નિચોડ છે અને માનવતા જે જીવિત રાખનારું અમૃત છે.

અમૃતની શોધનું પરિણામ છે મહાકુંભનું આયોજન

મહાકુંભનું આયોજન અમૃતની શોધનું પરિણામ છે. આ માટે સદીઓ પહેલા સમુદ્ર મંથનની શરૂઆત કરવામાં આવી હતી. મંદાર પર્વતનું મંથન બન્યું, વાસુકી નાગની રસ્સી બનાવવામાં આવી અને જ્યારે આ મંદાર પર્વત સમુદ્રમાં સમાવવા લાગ્યો તો તેને સ્થિર કરવા માટે ભગવાન વિષ્ણુએ કુર્મ (કાચબા) નો અવતાર લીધો. તેમણે મંદાર પર્વતને પોતાની પીઠ પર સ્થિર કર્યો અને પછી સમુદ્ર મંથન શરૂ થઈ શક્યું. 

નાગરાજ વાસુકીનું દોરડું 

એક તરફ દેવતા વાસુકીને પોતાની તરફ ખેંચી રહ્યા હતા અને બીજી તરફ અસુર. સમુદ્રની વચ્ચે મંદાર પર્વત એક સ્પિન વ્હીલની જેમ ફરતો રહ્યો. આ પ્રક્રિયાને ઘણા દિવસ પસાર થઈ ગયા. મંદાર પર્વત મંથર ગતિથી સમુદ્રમાં ફરતો રહ્યો. દેવતા-અસુર વાસુકી નાગના દોરડાંને પોત-પોતાની તરફ ખેંચતા મંથન માટે મહેનત કરતાં રહ્યાં. હજુ સુધી સમુદ્રના તળિયેથી કંઈ બહાર નીકળ્યું નહોતું. મંથનની પ્રક્રિયા ચાલુ હતી. આ દરમિયાન એક દિવસ સમુદ્રના તળિયેથી તેજ ગંધયુક્ત પ્રવાહ નીકળ્યો. પછી તો સમગ્ર વિશ્વમાં અંધારું છવાઈ ગયુ. દેવતા-અસુર તમામ ઝેરની અસરથી સળગવા લાગ્યા, પૃથ્વી પર ભૂકંપ આવી ગયો અને કુદરતની હવા ઝેરીલી થવા લાગી.

આ પણ વાંચો: મહાકુંભમાં મોટા પાયે મુસ્લિમોનું ધર્માંતરણ થતું અટકાવો : જમાત

સૌથી પહેલા નીકળ્યું હળાહળ ઝેર

આ ઝેરને કોણ સાધે? આનો પ્રભાવ કેવી રીતે ઓછો થાય અને સંસારની રક્ષા કોણ કરે? અમૃતની શોધમાં એકઠા થયેલા તમામ લોકો તેને મેળવવાની પ્રક્રિયાથી નીકળેલા ઝેરને જોઈને ભાગવા લાગ્યા હતા. સમુદ્ર મંથનથી પ્રાપ્ત થયેલું આ પહેલું રત્ન હતું પરંતુ આને મેળવવા માટે કોઈ પણ તૈયાર નહોતું. જોકે અસુરોએ જિદ કરી હતી જે પણ રત્ન સૌથી પહેલા નીકળશે તેની પર પહેલા તેમનો અધિકાર હશે. તેમને લાગતું હતું કે સમુદ્ર મંથન થતાં જ પહેલા અમૃત જ નીકળશે અને તે બાદ મંથનની જરૂર પડશે નહીં. તેથી તેમણે મંથનની હા પાડ્યા પહેલા એ શરત મૂકી હતી કે જે રત્ન નીકળશે તેની પર તેમનો અધિકાર હશે. આ નિયમ હેઠળ વિષ તેમણે ગ્રહણ કરવું જોઈતું હતું પરંતુ તેમણે આવું કરવાથી સ્પષ્ટ ના પાડી દીધી. 

સાપોએ આપ્યો શિવજીનો સાથ

દેવતાઓમાં પણ કોઈ તેને પીવા માટે તૈયાર થયું નહીં. ત્યારે મહાદેવ આવ્યા. તેઓ સંસારના યોગીશ્વર છે. દરેક શાપ-તાપ અને અગ્નિનું શમન કરનાર છે. તેમના માટે કોઈ ઝેર કે અમૃત મહત્ત્વ રાખતું નથી. તેઓ આ સૌથી પરે છે. સંસારના કલ્યાણ માટે તેમણે ઝેર પી લીધું અને કંઠમાં ઉપરની તરફ રોકી લીધું. વિષના પ્રભાવથી તેમનો કંઠ વાદળી પડી ગયો અને મહાદેવ નીલકંઠ કહેવાયા જ્યારે તેઓ વિષપાન કરી રહ્યાં હતાં ત્યારે તેના અમુક ટીપાં પૃથ્વી પર જ્યાં પડ્યાં તેને સાપ-વીંછી અને તેવા જ અન્ય જીવોએ પી લીધાં. પુરાણ કથાઓ અનુસાર આ જીવ મહાદેવનું કાર્ય સરળ બનાવવા આવ્યા હતા. તેથી તેમણે પણ તેમના સમાન ઝેર ધારણ કર્યું અને તે દિવસથી ઝેરી થઈ ગયા.

મહાદેવનો જળાભિષેક કરવામાં આવ્યો

વિષના પ્રભાવને શાંત કરવા માટે અને મહાદેવને શીતળ કરવા માટે ઘણી વખત તેમનો જળથી અભિષેક કરવામાં આવ્યો. ઘડા ભરી-ભરીને તેમને સ્નાન કરાવવામાં આવ્યુ. કહેવાય છે કે ત્યારથી શિવજીના જળાભિષેકની પરંપરા ચાલતી આવી છે. તેમને દરેક શીતળ ઔષધિઓ આપવામાં આવી. ભાંગ, જેની તાસિર ઠંડી હોય છે અને જે પ્રબળ બેભાન કરનારું પણ છે. તે પીવડાવવામાં આવ્યું. ધતૂરો, આકડો વગેરેનો લેપ કરવામાં આવ્યો. દૂધ, દહીં, ઘી તમામ પદાર્થ તેમની પર લગાવવામાં આવ્યા. આ રીતે મહાદેવ વિષના પ્રભાવને રોકી શક્યા અને સંસારને નષ્ટ થવાથી બચાવી લીધું. હવે સાગર તટ પર એક જ અવાજ ગૂંજી રહ્યો હતો. હર-હર મહાદેવ, જય શિવ શંકર.

સમુદ્ર મંથનથી પ્રાપ્ત થયા આ 14 રત્ન

સમુદ્ર મંથનથી 14 રત્ન પ્રાપ્ત થયા, તેના સંબંધિત એક શ્લોક છે.

હલાહલં ચ મહામેઘં ચન્દ્રમાંસુર્યચં રણે,

ઉચ્છૈશ્રવસમાણોયમાદિત્યં ચ વરુણં તથા.

પદ્મં ચ કાંચન ચ ય ચ મણિ કાલકલંકિતં.

સિદ્ધિં લક્ષ્મીમુપાગતં ચ કુમકુમં ચ રત્નત:

એરાવતં ચ રત્નં ચ કાંચનં સ્વર્ણં ચ તત્ર,

તત્રૈવ અમૃતં ચ પ્રાપ્તં સર્વસત્ત્વં શમં યથા.

કાલકૂટ વિષ, ચંદ્રમા, હાથી અને ઘોડા

આ શ્લોક અનુસાર સમુદ્ર મંથનથી સૌથી પહેલા હળાહળ કે કાલકૂટ ઝેર નીકળ્યું. પછી સૂર્ય અને ચંદ્ર નક્ષત્ર બંને એક સાથે નીકળ્યા. ઉચ્ચૈશ્રવા નામનું સફેદ ઝડપી દોડનાર ઘોડો પણ પ્રાપ્ત થયો. આ મંથનથી પદ્મ એટલે કે દિવ્ય કમળ, પછી સુવર્ણ અને કૌસ્તુભ મણિ પ્રાપ્ત થઈ પછી વારુણિ નામની મદિરા, તે બાદ લક્ષ્મીની સાથે સિદ્ધિ અને તેની સાથે સૌભાગ્ય સૂચક કંકુ પણ મંથનથી બહાર નીકળ્યું. દિવ્ય સફેદ હાથી, જેના ચાર દાંત હતા અને પીઠ પર સોનાની અંબાડી શોભાયમાન હતી એવી હાથી પણ પ્રગટ થયા. સૌથી અંતિમમાં ધન્વન્તરિ દેવ અમૃત કુંભ લઈને પ્રગટ થયા. 

આ પણ વાંચો: મહાકુંભ મેળો વકફ બોર્ડની જમીન પર યોજાઈ રહ્યો છે : મૌલાના શહાબુદ્દીન

પારિજાત પુષ્પ, રંભા અપ્સરા

જોકે મંથનમાં અન્ય રત્ન પણ પ્રાપ્ત થયા. જેમાં કહેવામાં આવે છે કે કલ્પવૃક્ષ નામનું એવું વૃક્ષ પણ સમુદ્ર મંથનથી નીકળ્યું, જે દરેક કલ્પનાને સાકાર કરી દેતું હતું. આ મંથનથી પારિજાત નામના પુષ્પનું વૃક્ષ પણ પ્રાપ્ત થયું. દેવી લક્ષ્મીથી ઠીક પહેલા તેમની મોટી બહેન અલક્ષ્મી પણ મંથનથી નીકળી, જે દેવી લક્ષ્મીના વિરુદ્ધ દરિદ્રતાની દેવી છે. આ મંથનથી રંભા નામની એક અપ્સરા પણ નીકળી, જેને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને આ ઈન્દ્રની સભામાં સૌથી સુંદર અપ્સરા હતી. તે ભવિષ્યમાં ઘણી પૌરાણિક કથાઓમાં મેનકા અને ઉર્વશીની જેમ મુખ્ય પાત્ર તરીકે નાયિકા બનીને ઉભરે છે. 

આ સિવાય સમુદ્ર મંથનથી શું-શું મળ્યુ, તેને લઈને એક પ્રચલિત છંદ પણ છે.

શ્રી રંભા વિષ વારુણી, અમિય શંખ ગજરાજ,

ધન્વન્તરિ, ધન, ધેનુ, મણિ, ચંદ્રમા, વાજિ

જેમાં શ્રી એટલે કે લક્ષ્મી, રંભા એટલે કે અપ્સરા, હળાહળ ઝેર, વારુણી મદિરા, અમિય એટલે કે અમૃત, શંખ (પાંચજન્ય), ગજરાજ (એરાવત), ધન્વન્તરિ (આયુર્વેદના જનક), ધન (વિષ્ણુનો સારંગ ધનુષ) ધેનુ (કામધેનુ ગાય), મણિ (કૌસ્તુભ મણિ), ચંદ્ર, વાજિ એટલે કે ઘોડા (ઉચ્ચૈશ્રવા) પ્રાપ્ત થયા હતા.


Google NewsGoogle News