કાવડ યાત્રા કેમ યોજાય છે, જાણો તેનું મહત્ત્વ? યુપી, બિહારથી લઈને મધ્ય પ્રદેશ સુધી થઇ રહી છે ચર્ચા
Kavad Yatra: દેશમાં વિવિધ વિસ્તારોમાં ધર્મ બાબતે અલગ- અલગ પ્રથાઓ જોવા મળે છે. શ્રાવણ મહિનો બેસતાની સાથે જ ભગવાન શિવની પૂજા કરવા માટે તમામ શિવ મંદિરોમાં શિવભક્તોની ભીડ એકઠી થઈ જાય છે. એ જ રીતે ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. અને તેમા પણ શ્રાવણ માસમાં કાવડ યાત્રાનો ખાસ ટ્રેન્ડ રહેલો છે. કાવડ યાત્રા દરમિયાન શિવ ભક્તો ગંગા નદીમાંથી પાણી લઈ જાય છે અને તેઓ ભગવાન શિવ પર અભિષેક કરે છે.
શ્રાવણ માસમાં જે પણ ભક્તો ભગવાન શિવને જલાભિષેક કરે છે. ભગવાન શિવ તેમની મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણ મહિનામાં કાવડ યાત્રાનું શું મહત્ત્વ છે? તેના વિશે આજે સ્થાનિક પુરોહિત શું કહે છે તે જાણીએ.
શું કહે છે દેવઘરના પૂજારી
કાવડ યાત્રા વિશે દેવઘરના પૂજારીએ જણાવ્યું હતુ કે, ઘણા વર્ષો પછી આ વર્ષે આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે. સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે અને સોમવારના રોજ જ શ્રાવણ માસની પૂર્ણાહુતિ થઈ રહી છે. શ્રાવણનો મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં કાવડ યાત્રા કરીને ગંગાજળ લઈ જઈ ભગવાન શિવ પર જલાભિષેક કરવાથી ભક્તોના મોટામાં મોટા પાપો દૂર થાય છે. અહીં દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. તેમજ શ્રાવણ મહિનામાં સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને ભગવાન શિવે પોતાના ગળામાં ઉતાર્યું હતું. જેના કારણે તેમનું શરીર તપવા લાગ્યું. તે પછી દરેક દેવતાઓએ ગંગામાંથી પાણી એકઠું કરીને ભગવાન શિવને અર્પણ કરવા લાગ્યા, તેનાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા.
સૌપ્રથમ કાવડ યાત્રા કોણે કરી હતી?
એવું માનવામાં આવે છે કે, શ્રાવણ મહિનામાં સૌથી પહેલી કાવડ યાત્રા શિવના મહાન ભક્ત ભગવાન પરશુરામ દ્વારા શરૂ કરવામાં આવી હતી. સંતો તેમજ ઋષિ- મુનિઓના આશીર્વાદથી કાવડ યાત્રાનો પ્રારંભ થયો હતો. શ્રાવણ મહિનામાં જે પણ ભક્ત કાવડની યાત્રા કરીને ભગવાન ભોલેનાથને જળ અર્પણ કરે છે તેમની મનોકામના અવશ્ય પૂર્ણ થશે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે.
આ પણ વાંચો : સર્વપક્ષીય બેઠકમાં JD(U) અને YSRCPએ કરી મોટી માગ, NEET-UG સહિત આ મુદ્દા પણ ઉઠ્યા
ભગવાન રામે સૌપ્રથમ દેવઘરમાં કાવડ યાત્રા કરી હતી
કેટલીક લોકપ્રિય ધાર્મિક માન્યતાઓ પ્રમાણે કાવડ યાત્રા સૌપ્રથમ ભગવાન રામ દ્વારા શરૂ કરવામાં આવી હતી. મર્યાદા પુરુષોત્તમ રામે બિહાર રાજ્યના સુલતાનગંજના પોતાની કાવડમાં ગંગા જળ ભરીને બાબા ધામના શિવલિંગ પર જલાભિષેક કર્યો હતો. અહીંથી કાવડ યાત્રાનો પ્રારંભ થયો હોવાનું કહેવામાં આવે છે.