Ram Mandir Ayodhya: શા માટે મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે? જાણો તેનું મહત્ત્વ
Image Source: Twitter
હિંદુ ધર્મમાં આસ્થા રાખનાર લોકો માટે 2024નો પહેલો મહિનો ઐતિહાસિક રહેવાનો છે. આ મહિને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અયોધ્યાના રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રભુ રામના બાળ સ્વરૂપની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવશે. સનાતન ધર્મમાં મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું ખૂબ મહત્ત્વ છે. ધર્મ ગુરુઓ અનુસાર ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ન કરવામાં આવે તો પૂજા અધૂરી માનવામાં આવે છે પરંતુ શું તમને એ ખબર છે કે આખરે મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરવામાં આવે છે?
પ્રાણ પ્રતિષ્ઠા શું છે?
હિંદુ ધર્મમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું ખૂબ મહત્ત્વ છે. કોઈ પણ મૂર્તિની સ્થાપના માટે પ્રાણ પ્રતિષ્ઠા જરૂર કરવામાં આવે છે જ્યારે કોઈ મૂર્તિની સ્થાપનાના સમયે તેને જીવંત કરવાની વિધિ પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય છે. પ્રાણનો અર્થ જીવન શક્તિ હોય છે. પ્રતિષ્ઠાનો અર્થ સ્થાપના થાય છે. દરમિયાન જીવનમાં દેવતાને લાવવા કે જીવન શક્તિની સ્થાપના કરવી એ પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ થાય છે.
જાણો પ્રાણ પ્રતિષ્ઠાનું મહત્ત્વ
હિંદુ ધર્મમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી ખૂબ જરૂરી હોય છે કેમ કે આવુ કર્યા વિના કોઈ પણ મૂર્તિ પૂજા યોગ્ય માનવામાં આવતી નથી. મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ દ્વારા જીવન શક્તિનો સંચાર કરવામાં આવે છે જેનાથી તેમને દેવતાના રૂપમાં બદલવામાં આવે છે. આ વિધિ બાદ મૂર્તિ પૂજા યોગ્ય બની જાય છે. પછી તે બાદ મૂર્તિમાં હાજર દેવી-દેવતાનું વિધિસર પૂજન, અનુષ્ઠાન અને મંત્રોનો જાપ કરવામાં આવે છે. માન્યતાનુસાર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ પોતે ભગવાન તેમાં મૂર્તિમાં ઉપસ્થિત થાય છે પરંતુ પ્રાણ પ્રતિષ્ઠિતનું અનુષ્ઠાન યોગ્ય તારીખ અને શુભ મુહૂર્તમાં જ થવુ જરૂરી હોય છે. પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્ત વિના કરવાથી શુભફળની પ્રાપ્તિ થતી નથી.
આ વિધિથી થાય છે પ્રાણ પ્રતિષ્ઠા
પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પહેલા મૂર્તિનું ગંગાજળ કે પવિત્ર નદીઓના જળથી સ્નાન કરાવવામાં આવે છે. જે બાદ તેને સારી રીતે લૂછીને નવા કપડા પહેરાવવામાં આવે છે. મૂર્તિને સ્વચ્છ સ્થળ પર રાખીને ચંદનનો લેપ લગાવીને શ્રૃંગાર કરીને સજાવવામાં આવે છે. જે બાદ મંત્રોનો પાઠ કરીને પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ કરવામાં આવે છે. આ દરમિયાન મંત્રોચ્ચાર કરીને વિધિપૂર્વક ભગવાનની પૂજા કરવામાં આવે છે. અંતમાં આરતી કરીને લોકોને પ્રસાદ વહેંચવામાં આવે છે.
આ છે પ્રાણ પ્રતિષ્ઠાના મંત્ર
मानो जूतिर्जुषतामाज्यस्य बृहस्पतिर्यज्ञमिमं, तनोत्वरिष्टं यज्ञ गुम समिमं दधातु विश्वेदेवास इह मदयन्ता मोम्प्रतिष्ठ ।।
अस्यै प्राणाः प्रतिष्ठन्तु अस्यै प्राणाः क्षरन्तु च अस्यै, देवत्व मर्चायै माम् हेति च कश्चन ।।
ॐ श्रीमन्महागणाधिपतये नमः सुप्रतिष्ठितो भव, प्रसन्नो भव, वरदा भव ।।