ભગવાન શિવને 'ત્રિપુરારી' કેમ કહેવાય છે? જાણો તેની પાછળનું શું છે કારણ

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
ભગવાન શિવને 'ત્રિપુરારી' કેમ કહેવાય છે? જાણો તેની પાછળનું શું છે કારણ 1 - image

Tripurari : ભગવાન શિવનો સમર્પિત શ્રાવણ મહિનો આવી રહ્યો છે. હિન્દુ ધર્મમાં ભગવાન શિવનું વિશેષ મહિમા રહેલો છે. આ મહિનામાં શિવભક્તો ખાસ કરીને ભોલેનાથની પૂજા કરતાં હોય છે તેમજ સોમવારે વ્રત રાખતાં હોય છે. એવુ માનવામાં આવે છે કે, આ દિવસે વ્રત રાખવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.  ચાલો આજે ભગવાન શિવના ત્રિપુરારી નામ પાછળના રહસ્ય વિશે જાણીએ. 

કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો હતો 

શિવપુરાણમાં આ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં તારકાસુરના ત્રણ પુત્રો વિશે વાત કરવામાં આવી છે. આ ત્રણ પુત્રોના નામ હતાઃ તારકક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલી. આ ત્રણેય અત્યંત બળવાન અને બહાદુર અને પરાક્રમી હતા. તારકાસુરના અત્યાચારને કારણે ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો. તેથી તેમના પુત્રો તેમના પિતાના મૃત્યુથી ખૂબ જ દુઃખી થયા, અને તેમને ખૂબ ક્રોધ આવ્યો હતો. અને દેવતાઓ પર તેમના પિતાના મૃત્યુનો બદલો લેવાનો નિર્ણય કર્યો. 

બ્રહ્માએ આપ્યું  હતું રાક્ષસોને અનોખું વરદાન

ત્યારે રાક્ષસોએ કઠોર તપ કરી ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરી તેમની પાસે વરદાન માંગ્યું કે, તમે અમારા માટે એવા ત્રણ શહેરોનું નિર્માણ કરો કે, અમે એ નગરમાં બેસીને આખી પૃથ્વી પર આકાશ માર્ગે ભ્રમણ કરી શકીએ અને હજાર વર્ષ પછી જ્યારે આપણે એ જ જગ્યાએ આવીને મળીશું, ત્યારે એ સમયે જ્યારે આપણાં ત્રણેય નગરો ભેગાં થઈને એક થઈ જાય, ત્યારે દેવતા એક જ બાણથી તેમનો નાશ શકે. અને કરનાર ભગવાન જ આપણા મૃત્યુનું કારણ બનશે, અને બીજું કોઈ આપણને મારવા સમર્થ ન હોવું જોઈએ. ત્યારે બ્રહ્માજીએ તેમને આ વરદાન આપ્યું.

ત્રણ અદ્ભુત શહેરોનું નિર્માણ

બ્રહ્માજીના કહેવાથી માયા રાક્ષસે તેમના માટે ત્રણ અદ્ભુત નગરોનું નિર્માણ કર્યું.  તારકક્ષ માટે સોનાની નગરી, કમલાક્ષ માટે ચાંદીની નગરી અને વિદ્યુનમાલી માટે લોખંડની નગરી તૈયાર કરવામાં આવી હતી. આ ત્રણેય નગરોને સામૂહિક રુપે ત્રિપુરા કહેવામાં આવતું હતું. અને તેઓ આકાશમાં વિહાર કરતા હતા.

ત્રણેય લોકમાં મચાવી ઉત્પાત 

આ ત્રણેય નગરોમાં અસુરો પોતાની શક્તિ અને વરદાનનો દુરુપયોગ કરી ત્રણેય લોકમાં ઉત્પાત મચાવી દીધી હતી. તેમના અત્યાચારોથી કંટાળીને દેવતાઓએ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવને સહાયતા માટે પ્રાર્થના કરી. બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે, તેઓ સ્વંય આ સમસ્યાનું સમાધાન નહી કરી શકે, કારણ કે તેમણે તારકક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલીને વરદાન આપ્યું હતું. ત્યાર બાદ બધા દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા અને તેમને સહાયતા માટે પ્રાર્થના કરી.

ત્રિપુરાના વિનાશ માટે ભગવાન શિવને પ્રાર્થના

ભગવાન શિવે દેવતાઓની પ્રાર્થના સ્વીકારી અને તેમને ખાત્રી આપી કે, તેઓ ત્રિપુરાનો નાશ કરશે. પરંતુ આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, ત્રિપુરાનો વિનાશ ત્યારે જ શક્ય બનશે, જ્યારે આ ત્રણેય નગરો એક સીધી લાઇનમાં આવશે. આ કાર્ય કરવું અત્યંત મુશ્કેલ હતું, કારણ કે ત્રણેય નગરો નિરંતર આકાશમાં ફરતા રહેતા હતા અને અને એક લાઇનમાં આવવાની શક્યતા નહીવત હતી. 

દેવતાઓ વર્ષો પછી એક ખાસ ક્ષણની રાહ જોતા હતા, જ્યારે આ ત્રણેય સ્થળો એક લાઈનમાં આવવાના હતા. આ અદ્વિતીય ક્ષણનો ઉપયોગ કરીને વિશ્વકર્માએ ભગવાન શિવ માટે એક દિવ્ય રથનું નિર્માણ કર્યું હતુ. ચંદ્ર અને સૂર્ય તેમના રથના પૈડા બન્યા, ઇન્દ્ર, વરુણ, યમ અને કુબેર જેવા લોકપાલ તે રથના ઘોડા બન્યા. હિમાલય ધનુષ્ય બન્યા અને શેષનાગ તે ધનુષ્યના તાર બન્યા, અને ભગવાન વિષ્ણુ સ્વંય બાણ બન્યા અને અગ્નિદેવ તેમની ટોચ બન્યા, પવનદેવે તેમને ગતિ આપી. તમામ દેવતાઓની સંયુક્ત શક્તિથી બનેલું આ બાણ અત્યંત શક્તિશાળી બન્યુ હતું.

એટલે ભગવાન શિવને ત્રિપુરારી કહેવામાં આવે છે

ભગવાન શિવ જ્યારે ત્રિપુરાનો નાશ કરવા માટે દિવ્ય રથ પર સવાર થયા ત્યારે રાક્ષસોમાં હાહાકાર મચી ગયો હતો. એ પછી દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલુ થયું. અને જેવા આ ત્રિપુરાના ત્રણેય નગરો એક સીધી રેખામાં આવ્યા કે, તરત જ ભગવાન શિવે દિવ્ય બાણ ચલાવ્યું અને તેમનો નાશ કર્યો. ત્રિપુરાનો નાશ થતાં જ બધા દેવતાઓ ભગવાન શિવનો જય જયકાર કરવા લાગ્યા હતા. આમ, ભગવાન શિવે ત્રિપુરાનો નાશ કર્યો ત્યારથી તેમને ત્રિપુરારી તરીકે ઓળખવામાં આવે છે. જેનો અર્થ થાય છે "ત્રિપુરાનો નાશ કરનાર".


Google NewsGoogle News