Legs Shaking Effect : શા માટે ધાર્મિક દ્રષ્ટિએ બેઠા-બેઠા કે સૂતા-સૂતા પગ હલાવવાની ટેવને અશુભ માનવામાં આવે છે?
Image Source: Freepik
અમદાવાદ, તા. 29 નવેમ્બર 2023 બુધવાર
જાણ્યે-અજાણ્યે આપણે ઘણી વખત એવી ભૂલો કરી બેસીએ છીએ જે ન માત્ર આપણા આરોગ્ય પર ખરાબ અસર નાખે છે પરંતુ તેના કારણે આર્થિક સંકટ પણ ઘેરાવા લાગે છે. આમાંથી જ એક આદત છે બેઠા-બેઠા કે સૂતા-સૂતા કારણ વિના પગ હલાવવા. આ આદત માતા લક્ષ્મીને પસંદ નથી. ઘણી વખત ઘરમાં મોટા વૃદ્ધો પણ પગ હલાવવાની ના પાડતા હોય છે પરંતુ આપણે ઘણી વખત તેમની આ વાતને અવગણીએ છીએ.
ધાર્મિક દ્રષ્ટિએ બેઠા-બેઠા કે સૂતા-સૂતા પગ હલાવવાના નુકસાન
પગ હલાવવાની ખરાબ આદતનો સીધો સંબંધ તમારા આરોગ્ય અને ધન સાથે જોડાયેલો છે. શાસ્ત્રો અનુસાર ખાટલો, ખુરશી, બેડ વગેરે ઊંચા સ્થળો પર બેસીને પગ હલાવવાથી કુંડલીમાં ચંદ્રમાં કમજોર થાય છે. ચંદ્ર મનનું કારક છે. દરમિયાન ચંદ્રના અશુભ પ્રભાવથી વ્યક્તિને માનસિક તણાવમાંથી પસાર થવુ પડે છે. તેમની નિર્ણય લેવાની ક્ષમતા ઓછી થવા લાગે છે.
દરિદ્રતા આવે છે
કારણ વિના પગ હલાવવાથી ચંદ્રનો દુષ્પ્રભાવ વ્યક્તિના આરોગ્ય પર ખરાબ અસર નાખે છે. તેને વારંવાર કોઈ બીમારીમાં સપડાવુ પડે છે. એટલુ જ નહીં આ આદતથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને વ્યક્તિ આર્થિક તંગીથી પરેશાન રહે છે. ધન ખર્ચ વધવા લાગે છે. દેવુ ઉતારવામાં મુશ્કેલી આવવા લાગે છે. ઘરમાં દરિદ્રતા આવે છે.
પૂજાના સમયે પગ હલાવવાના નુકસાન
બેસેલા હોઈએ ત્યારે પગ હલાવવાથી મન એકાગ્ર થઈ શકતુ નથી. દરમિયાન પૂજાના સમયે પગ હલાવવાથી પૂજન-વ્રત નિષ્ફળ થઈ જાય છે. ધ્યાન ભટકાઈ જવાના કારણે તે ઈશ્વરની ભક્તિમાં એકચિત્ત લગાવી શકતા નથી અને ભૂલો કરી બેસે છે. તેનાથી ભૌતિક સુખ-શાંતિ પર અશુભ અસર પડે છે.
વિજ્ઞાનમાં પગ હલાવવાના નુકસાન
જ્યોતિષ અને વૈજ્ઞાનિક બંને જ દ્રષ્ટિકોણથી પગ હલાવવાનું યોગ્ય માનવામાં આવતુ નથી. મેડિકલ સાયન્સમાં પગ હલાવવાની ટેવને રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ જણાવવામાં આવ્યુ છે અને આ એક ગંભીર બીમારી છે. આ બીમારીના કારણે હાર્ટ, કિડની, પાર્કિંસંસ સંબંધિત સમસ્યા વધી જાય છે. એક્સપર્ટ્ જણાવે છેકે પગ હલાવવાની આદત એ વાતનો ઈશારો છે કે વ્યક્તિના શરીરમાં આયર્નની ઉણપ છે.