Get The App

શા માટે પૂજા-પાઠ દરમિયાન અગરબત્તી સળગાવવી શુભ માનવામાં આવે છે? જાણો તેના ફાયદા

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
શા માટે પૂજા-પાઠ દરમિયાન અગરબત્તી સળગાવવી શુભ માનવામાં આવે છે? જાણો તેના ફાયદા 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 12 ફેબ્રુઆરી 2024 શનિવાર

લોકો પોતાની વાત ભગવાન સુધી પહોંચાડવા માટે વિધિસર પૂજા-અર્ચના કરે છે. સાથે જ ધૂપ, અગરબત્તી, કપૂર અને દીવો પ્રગટાવે છે, જેનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. સામાન્યરીતે વર્તમાન સમયમાં લોકો ભગવાનની પૂજા શરૂ કર્યા પહેલા અગરબત્તી સળગાવે છે. માન્યતા અનુસાર પૂજા દરમિયાન અગરબત્તી સળગાવવી શુભ માનવામાં આવ્યુ છે. એવુ કહેવાય છે કે અગરબત્તી સળગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને હંમેશા સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. પૂજા-પાઠ દરમિયાન અગરબત્તી સળગાવવી શુભ માનવામાં આવ્યુ છે.  

અગરબત્તી સળગાવવાનું આ છે કારણ

અગરબત્તી સળગાવવાથી ઘર સુગંધિત થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. સાથે જ ગૃહ ક્લેશની તકલીફથી છુટકારો મળે છે. તેથી અગરબત્તીને સળગાવવી શુભ માનવામાં આવે છે.

અગરબત્તી સળગાવવાથી મળે છે ફાયદા

- ઘરમાં અગરબત્તી સળગાવવાથી જીવાણુનો નાશ થાય છે અને પરિવારના લોકોનું આરોગ્ય સારુ રહે છે

- વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરરોજ ઘરમાં અગરબત્તી સળગાવવાથી વાસ્તુદોષથી છુટકારો મળે છે.

- માનસિક તણાવની તકલીફને દૂર કરવા માટે અગરબત્તી સળગાવવી લાભદાયી હોય છે.

- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અગરબત્તી સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. પૂજા દરમિયાન અગરબત્તી સળગાવવાથી સાધકને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. 

- આ સિવાય અગરબત્તી સળગાવવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને ઘર સુગંધિત થાય છે.

- જો તમારા દ્વારા કરવામાં આવેલા કાર્ય વારંવાર બગડી રહ્યા છે તો દરમિયાન ઘરમાં અગરબત્તી પ્રગટાવો. તેનાથી તમારા કાર્યમાં સફળતા મળશે અને તમામ સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.


Google NewsGoogle News