કેમ વર્ષમાં બે વખત ઉજવવામાં આવે છે હનુમાન જન્મોત્સવ? જાણો શું છે માન્યતા
પવનપુત્ર હનુમાનનો જન્મોત્સવ ચૈત્ર પૂર્ણિમાએ ઉજવવામા આવે છે. તેના ઉપરાંત કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ પણ હનુમાન જન્મોત્વ ઉજવવામાં આવે છે. હનુમાન જન્મોત્સવ આ વર્ષે 23 એપ્રિલે ઉજવવામાં આવશે. હનુમાન જયંતિ દર વર્ષે બે વાર ઉજવવામાં આવે છે. જ્યારે કેરળ અને તમિલનાડુમાં, માર્ગશીર્ષ મહિનાની અમાવાસ્યાના દિવસે અને ઓરિસ્સામાં વૈશાખ મહિનાના પ્રથમ દિવસે હનુમાન જયંતિ ઉજવવાની પરંપરા છે.
હનુમાનજીની એક જન્મજયંતિ તેમના જન્મોત્સવના રુપમા ઉજવવામાં આવે છે અને બીજી જન્મજયંતિ વિજય અભિનંદન મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. હનુમાનજીમાં જન્મથી જ અદભૂત શક્તિઓ હતી. એકવાર તેમણે સૂર્યને ફળ માનીને તેને ખાવાનો પ્રયત્ન કર્યો હતો. હનુમાનજીને સૂર્યદેવને ફળ તરીકે ખાવાથી રોકવા માટે દેવરાજ ઈન્દ્રએ તેમના પર હુમલો કર્યો અને તેમને બેભાન કરી દીધા.
ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીને પવનના પુત્ર માનવામાં આવે છે. આ ઘટનાથી પવનદેવ ગુસ્સે થઈ ગયા અને તેમણે વાયુનો પ્રવાહ બંધ કરી દીધો. આ પછી સમગ્ર બ્રહ્માંડમાં સંકટ આવી ગયું. બધા દેવી-દેવતાઓએ વાયુદેવને પ્રાર્થના કર્યા પછી, ભગવાન બ્રહ્માએ પવનના પુત્રને બીજું જીવન આપ્યું અને બધા દેવતાઓએ તેમને તેમની શક્તિઓ આપી. જે દિવસે હનુમાનજીને બીજું જીવન મળ્યું તે ચૈત્ર માસની પૂર્ણિમાનો દિવસ હતો. તેથી આ તારીખે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ માતા સીતાએ હનુમાનજીને અમરત્વનું વરદાન આપ્યું હતું. તેથી આ દિવસે હનુમાન જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ સિવાય વાલ્મીકિ રામાયણમાં હનુમાનજીની જન્મ તારીખ કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી હોવાનું જણાવવામાં આવ્યું છે. તેથી આ દિવસે હનુમાન જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ સિવાય વાલ્મીકિ રામાયણમાં હનુમાનજીની જન્મ તારીખ કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તરીકે જણાવવામાં આવી છે.