બ્રહ્માજીએ પોતાની જ દીકરી સાથે કેમ કર્યાં લગ્ન?
હિન્દુ ધર્મમાં ઘણાં રસપ્રદ પ્રસંગ પ્રચલિત છે. આવા જ કિસ્સાઓમાંનો એક પ્રસંગ બ્રહ્માજી અને દેવી સરસ્વતીના લગ્ન સાથે જોડાયેલો છે. આ પ્રસગંનો ઉલ્લેખ સરસ્વતી પુરાણમાં જોવા મળે છે. આમાં ઉલ્લેખ છે કે સરસ્વતીજી બ્રહ્માજીના પુત્રી હતી. પૃથ્વીની ઉત્પત્તિ પછી બ્રહ્માજીએ પોતાના તેજથી સરસ્વતીને ઉત્પન્ન કર્યા હતા. તેથી જ કહેવાય છે કે સરસ્વતીજીને કોઈ માતા નહોતા. તેઓ વિદ્યાના દેવી તરીકે પૂજાય છે. કહેવાય છે કે તેઓ અતિસુંદર હતા અને એમની સુંદરતાના પ્રભાવથી સ્વયં બ્રહ્માજી પણ બચી શક્યાં નહોતા. તેઓ સરસ્વતીને પોતાની અર્ઘાંગિની બનાવવાનું વિચારવા લાગ્યાં.
આ પ્રસંગ અનુસાર સરસ્વતીજીને બ્રહ્માજીની મનોકામનાનો ખ્યાલ આવી ગયો હતો અને તે પોતાના પિતા સાથે લગ્ન કરવા નહોતા માગતા. તેથી તે બ્રહ્માજીની નજરોથી બચવાના પ્રયત્નો કરવા લાગ્યાં પરંતુ તેમના બધા પ્રયત્નો નિષ્ફળ રહ્યાં અને અંતે એમણે બ્રહ્મા સાથે લગ્ન કરવા પડ્યાં. આ લગ્નથી સૃષ્ટિમાં અનેક વિવાદો થયા. પુરાણમાં એવો પણ ઉલ્લેખ છે કે સરસ્વતીજી અને બ્રહ્માએ જંગલમાં પતિ-પત્ની તરીકે 100 વર્ષ સાથે ગાળ્યાં. તેમને એક પુત્ર થયો, જે સ્વયંભૂ મનુ તરીકે ઓળખાયો. સરસ્વતીજી અને બ્રહ્માના લગ્નને લઇને અન્ય પ્રસંગ પણ પ્રચલિત છે અને એની સત્યતાને લઇને દાવા પણ કરવામાં આવે છે.