હનુમાનજીના આ પ્રસિદ્ધ મંદિરથી પ્રસાદ ઘરે નથી લાવી શકતા ભક્તો, જાણો કેમ છે આવી માન્યતા
Image Wikipedia |
Mehndipur Balaji Temple : જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અઠવાડિયાના દરેક વાર કોઈને કોઈ દેવી- દેવતાને સમર્પિત કરવામાં આવેલા છે. અને તેમા શનિવાર હનુમાનજીનો દિવસ કહેવાય છે, હિન્દુ ધર્મમાં શનિવારના દિવસે હનુમાન અને શનિદેવની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આજે તમને હનુમાનજીના સુપ્રસિદ્ધ મહેંદીપુર બાલાજી મંદિરનો મહિમા વિશે વાત કરવાના છીએ.
આ મંદિર રાજસ્થાનના સિકરાયમાં આવેલું છે, અહીં દર વર્ષે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચે છે. આ મંદિરની માન્યતા એવી છે કે, અહીં હનુમાનજીના દર્શન કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. તેમજ આ મંદિરમાં પ્રસાદ ધરાવીને ઘરે લાવવાની મનાઈ છે. આવો જાણીએ કે, મંદિરનો પ્રસાદ કેમ ઘરે લાવી નથી શકતો, ચાલો તેનો મહિમા જાણીએ.
કેમ ઘરે નથી લાવી શકાતો પ્રસાદ
મહેંદીપુર બાલાજીનું મંદિર દૌસાના બે પહાડો વચ્ચે આવેલું છે. આ મંદિરની અંદર બાલાજી હનુમાન અને ભૈરવનાથ બિરાજમાન છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ મંદિરમાં પુજા પાઠ કરવાથી ભૂત પ્રેત જેવી સમસ્યામાંથી છૂટકારો મળે છે. અને જેના કારણે અહીં ધરાવેલ પ્રસાદ કે ખાવા પીવાની કોઈ પણ ચીજ વસ્તુ ઘરે લઈ જઈ શકતા નથી. આ મંદિરમાં ફક્ત પ્રસાદ અર્પણ જ કરી શકાય છે, અને પ્રસાદ આપણે ખાઈ પણ શકતા નથી. માન્યતા પ્રમાણે, ભૂલથી પણ આ મંદિરની પ્રસાદી કે અન્ય ચીજ વસ્તુ ઘરે લાવવામાં આવે તો ભૂત પ્રેતનો ભોગ બની શકીએ છીએ.
મહેંદીપુર બાલાજી મંદિર વિશે કેટલીક વિશેષ માહિતી
- મહેંદીપુર બાલાજી મંદિરમાં બાલ સ્વરૂપે હનુમાનજી બિરાજમાન છે. તેની સામે ભગવાન રામ અને માતા સિતા બિરાજેલા છે.
- આ મંદિર જવા માટે આઠ દિવસ પહેલાથી જ ડુંગળી, લસણ, નોન વેજ તેમજ મદિરાપાનનું સેવન બંધ કરવું પડે છે.
- મહેંદીપુર બાલાજીના દર્શન કર્યા બાદ ભગવાન રામ અને માતા સીતાના અવશ્ય દર્શન કરવા જોઈએ.
- મંદિરમાં આરતી દરમિયાન પાછળથી કોઈ અવાજ આવે તો તે અવાજની દિશામાં પાછળ કે આજુ બાજુ ભૂલથી પણ જોવું ન જોઈએ.
- મહેંદીપુર બાલાજીની આરતી સમયે તમારે માત્ર આરતીમાં મગ્ન રહેવું, અને આગળની તરફ જ ધ્યાન રાખવું.