Christmas 2023 : તમને ખબર છે... 25 ડિસેમ્બરે જ શા માટે મનાવાય છે ક્રિસમસ તહેવાર, જાણો તેનું કારણ
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 18 ડિસેમ્બર 2023 સોમવાર
ક્રિસમસ મુખ્ય તહેવારો પૈકીનો એક છે. ક્રિસમસનો પર્વ દર વર્ષે 25 ડિસેમ્બરે મનાવવામાં આવે છે.
ક્રિસમસનો પર્વ દર વર્ષે 25 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. ક્રિસમસ ખ્રિસ્તી ધર્મના સૌથી મુખ્ય તહેવારો પૈકીનો એક છે. આ દિવસને પ્રભુ ઈસુના જન્મ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.
25 ડિસેમ્બરના દિવસે પ્રભુ ઈશુનો જન્મ થયો હતો. તેથી આ દિવસને ઉજવણીના ભાગરૂપે ક્રિસમસ તરીકે મનાવવામાં આવે છે. ઈસુ મસીનો જન્મ મરિયમના ઘરે થયો હતો.
એવી માન્યતા છે કે મરિયમને એક સપનું આવ્યુ હતુ કે તેમને પ્રભુના પુત્ર ઈસુને જન્મ આપવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. આ સપના બાદ મરિયમ ગર્ભવતી થઈ અને ગર્ભાવસ્થા દરમિયાન તેમને બેથલહમમાં રહેવુ પડ્યુ.
તેમણે પશુપાલનના સ્થળે 25 ડિસેમ્બરે ઈસુ મસીને જન્મ આપ્યો. ઈસુ મસીના જન્મ સ્થળથી થોડા અંતરે કેટલાક ગોવાળિયા ઘેટા ચરાવી રહ્યા હતા. તમામ લોકો તેમને જોવા આવ્યા અને પ્રભુ ઈસુએ ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી, આ કારણે 25 ડિસેમ્બરના દિવસે ક્રિસમસનો તહેવાર સમગ્ર દુનિયામાં મનાવવામાં આવે છે. ક્રિસમસનો દિવસ ખૂબ ખાસ હોય છે. આ દિવસે લોકો ઉજવણી કરે છે અને શુભકામના આપે છે. આ પર્વની ધૂમ સમગ્ર દુનિયામાં હોય છે.