ધનતેરસના અવસર પર કેમ ખરીદવી જોઈએ નવી વસ્તુઓ? જાણો માન્યતાનું કારણ અને શુભ મુહૂર્ત
Image: Freepik
Significance of Dhanteras Shopping: ધનતેરસનો તહેવાર 29 ઑક્ટોબરે ધામધૂમથી મનાવવામાં આવશે. ધનતેરસનું પર્વ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસે મનાવવામાં આવે છે. આને ધનતેરસ પણ કહેવામાં આવે છે. આ તહેવાર દિવાળીના પાંચ દિવસીય પર્વનો પહેલો દિવસ કે શરુઆત માનવામાં આવે છે. ધનતેરસનો દિવસ સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સુખ-સમૃદ્ધિની કામના માટે મનાવવામાં આવે છે. આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. ધનવંતરી આરોગ્ય અને આયુર્વેદના દેવતા માનવામાં આવે છે. ધનતેરસ પર દાગીના, વાસણ અને અન્ય સામાનની ખરીદી કરવાની પરંપરા પ્રાચીનકાળથી ચાલી આવી રહી છે.
શા માટે ધનતેરસ પર નવી વસ્તુઓ ખરીદવામાં આવે છે
ધાર્મિક માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે ઘણી નવી વસ્તુ ખરીદવી અત્યંત શુભ હોય છે. ખાસ કરીને તે વસ્તુઓ જે ઘરમાં સ્થાયિત્વ અને સંપન્નતાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે જ્વેલરી ખાસ કરીને સોના અને ચાંદીના દાગીનાને શુદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા છે કે આને ખરીદવાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. ધનતેરસના દિવસે સ્ટીલ, તાંબુ, પિત્તળ કે ચાંદીના વાસણ ખરીદવાનું શુભ મનાય છે. તેને પરિવારના આરોગ્ય અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
આ પણ વાંચો: Dhanteras 2024: ધનતેરસ પર સોનું ખરીદવા માટે શુભ મુહૂર્ત, મળશે મા લક્ષ્મીની કૃપા
ધનતેરસ પર આ વસ્તુઓની પણ ખરીદી કરી શકો છો
વર્તમાન સમયમાં લોકો ઈલેક્ટ્રોનિક સામાન ટીવી, વોશિંગ મશીન, ફ્રીજ, એસી અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ પણ ખરીદે છે. આને નવા સમયની સુવિધાઓ અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. ધનતેરસ પર લોકો આ વસ્તુઓની ખરીદી કરીને પોતાના જીવનમાં શુભતા અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.
ધનતેરસ પર ખરીદીનું શુભ મુહૂર્ત
તેરસની શરુઆત 29 ઑક્ટોબર મંગળવારે દિવસે 11.09 મિનિટ બાદ થશે અને તેનું સમાપન 30 ઑક્ટોબરે બપોરે 01.13 મિનિટે થશે. ધનતેરસ પર ખરીદી માટે શુભ મુહૂર્ત સવારે 11.09 મિનિટથી બપોરે 01.22 મિનિટ સુધી રહેશે.