ડિસેમ્બરમાં કોની કિસ્મત ચમકશે અને કોને રહેવું પડશે સાવધાન? જાણો માસિક રાશિફળ
Image Source: Freepik
અમદાવાદ, તા. 01 ડિસેમ્બર 2023 શુક્રવાર
મેષ
મેષ રાશિના જાતકો માટે વર્ષનો અંતિમ મહિનો એટલે કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થોડી ઉતાર-ચઢાવ વાળી રહી શકે છે. આ મહિનાના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં તમને કરિયર-વેપારની સાથે આરોગ્ય અને સંબંધને લઈને ખૂબ સાવધાની રાખવાની જરૂર પડશે. આ દરમિયાન તમને ઘર-પરિવારમાંથી મધ્યમ સુખની પ્રાપ્તિ થશે. ખરાબ આરોગ્ય પણ તમારી ચિંતાનો મોટો વિષય બની શકે છે. હવામાનના પ્રભાવથી અથવા કોઈ જૂના રોગના ઉભરવાથી શારીરિક પીડા થઈ શકે છે. અમુક પારિવારિક મુદ્દાને લઈને તમારુ મન પરેશાન થશે. આ દરમિયાન તમને જોખમભર્યા કાર્યથી બચવાની જરૂર રહેશે. જો તમે વ્યવસાયી છે તો તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવુ પડશે. સંબંધોને સારા રાખવા માટે પોતાનો મત કોઈ અન્ય પર ન થોપો. જીવન સાથે જોડાયેલી તમામ મોટી સમસ્યાઓનું સમાધાન તમને મહિનાના મધ્યમાં નીકળતુ જોવા મળશે. આ દરમિયાન કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહથી તમે પોતાની તમામ મુશ્કેલીઓનો હલ કાઢવામાં સફળ થઈ શકશો. આ સમય રાજકારણીઓ માટે ખાસ રીતે શુભ સાબિત થશે. તેમની ભાગ્યોન્નતિ થશે અને સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. કરિયર-વેપારમાં ઇચ્છિત પ્રગતિ થતી નજર આવશે. ભાગ્યોન્નતિ અને ઉચ્ચ પ્રતિષ્ઠિત લોકોની સાથે સંપર્ક વધશે. પરિવારના કોઈ પ્રિય સભ્ય પાસેથી શુભ સમાચાર મળશે. ડિસેમ્બર મહિનાનો ઉત્તરાર્ધ તમારા પારિવારિક જીવન અને લવ લાઈફ માટે ખૂબ વધુ શુભ રહેશે. આ દરમિયાન કોઈ મહિલા સભ્યની મદદથી તમારા પોતાના લોકોની સાથેના તમામ મતભેદ દૂર થશે. ઘર-પરિવાર અને લવ પાર્ટનરની સાથે સંબંધમાં મજબૂતી આવશે. આંતરિક પ્રેમ અને વિશ્વાસ વધશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય થવાથી ખુશી પ્રાપ્ત થશે. વિદ્યાર્થી વર્ગને બહુપ્રતીક્ષિત શુભ સમાચાર મળશે.
ઉપાય: સુખ-સૌભાગ્ય માટે પિતા અને ગુરૂને દરેક સંભવ રીતથી પ્રસન્ન રાખો અને પૂજામાં શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે ડિસેમ્બર મહિનાનો પૂર્વાર્ધ મુશ્કેલીથી ભરાયેલો રહી શકે છે. આ દરમિયાન તમને પોતાના કરિયર-વેપાર અને અંગત કાર્યો માટે વધુ ભાગદોડ કરવી પડી શકે છે. કાર્યક્ષેત્રમાં નાના-મોટા કાર્યને પણ પૂરા કરવા માટે અધિકાર પરિશ્રમ અને પ્રયત્ન કરવો પડશે. આ દરમિયાન તમારા વિરોધી તમારા કામમાં અવરોધ નાખી શકે છે તેથી તેમનાથી ખૂબ સતર્ક રહો. મહિનાના બીજા અઠવાડિયામાં કોઈ મોટી ચિંતાના કારણે મન પરેશાન રહેશે. સમય પર વિચારેલા કામ પૂરા ન થવા અને દિનચર્યા અવ્યવસ્થિત રહેવાના કારણે શારીરિક અને માનસિક થાક રહેશે. આ દરમિયાન અચાનક અમુક મોટા ખર્ચા આવવાના કારણે બજેટ બગડી શકે છે. આવકની સરખામણીએ ખર્ચ વધવાના કારણે તમે લાખ પ્રયત્નો છતાં ધન ભેગુ કરી શકશો નહીં. મહિનાના મધ્યમાં તમારે પોતાની વાણી અને વ્યવહાર પર ખૂબ વધુ નિયંત્રણ રાખવાની જરૂર રહેશે.
ઉપાય: સફેદ ચંદદનો ચાંદલો લગાવો અને દરરોજ સ્ફટિકના શિવલિંગની પૂજા કરો.
કર્ક
કર્ક રાશિના જાતક ડિસેમ્બરના મહિનામાં કારણ વિના વાદ-વિવાદમાં ફસાવો નહીં. પોતાના લક્ષ્ય પર ફોકસ કરવાથી તેમને આશા કરતા વધુ લાભની પ્રાપ્તિ થઈ શકે છે. મહિનાની શરૂઆતમાં ભૂમિ-ભવન સાથે જોડાયેલા વિવાદ તમારી ચિંતાનો વિષય બની શકે છે. પૈતૃક સંપત્તિની પ્રાપ્તિમાં અડચણો આવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા વિરોધી ષડયંત્ર રચીને તમારી છબીને બગાડવાનો પ્રયત્ન કરી શકે છે. કુલ મળીને મહિનાના પૂર્વાર્ધમાં પરિસ્થિતિઓ તમારા પ્રતિકૂળ રહેશે. આ દરમિયાન સીઝનેબલ બીમારી અથવા કોઈ જૂના રોગ ઉભરવાનો ભય રહેશે. પરિજન અથવા સંતાન સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મહિનાની શરૂઆતમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે પરંતુ મહિનાના મધ્યમાં એક બાદ એક તમારો વેપાર પાટા પર આવી શકે છે. આ સમય વિદેશ સાથે જોડાયેલા વેપાર અને કાર્ય કરનો. નોકરિયાત લોકો માટે ખૂબ શુભ રહેવાનો છે.
ઉપાય: દરરોજ ભગવાન શિવની પૂજામાં તેમની ચાલીસાનો પાઠ કરો. શુક્રવારના દિવસે કન્યાઓને ખીર ખવડાવીને આશીર્વાદ મેળવો.
મિથુન
મિથુન રાશિના જાતકો માટે વર્ષનો અંતિમ મહિનો કરિયર-વેપારની દ્રષ્ટિએ અનુકૂળ પરંતુ આરોગ્ય અને સંબંધની દ્રષ્ટિએ થોડો પ્રતિકૂળ કહેવામાં આવશે. દરમિયાન તમને આખો મહિનો પોતાના સગા-વ્હાલા સાથે શ્રેષ્ઠતા જાળવી રાખવાની સાથે પોતાના આરોગ્ય અને ખાણીપીણી પર પૂરતુ ધ્યાન આપવુ જોઈએ. આ મહિનામાં ભૂલથી પણ કોઈ એવી વાત ન કહો જેના કારણે તમારા વર્ષોના સંબંધો તૂટી જાય. મહિનાની શરૂઆતમાં કોઈ સગા-સંબંધીથી દૂર થવાનો ભય રહેશે.
ઉપાય: દરરોજ તુલસીજીની સેવા કરો તથા ભગવાન શ્રી વિષ્ણુજીની પૂજામાં નારાયણ કવચનો પાઠ કરો.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે ડિસેમ્બર મહિનો શુભતા અને સૌભાગ્ય લાવશે. આ મહિનામાં નોકરિયાત લોકો માટે કાર્યક્ષેત્રમાં વિશેષ સફળતા અને પ્રગતિના યોગ બનશે. તેમની વધારાની આવકના સાધન બનશે. સંગ્રહ કરેલા ધનમાં વૃદ્ધિ થશે. કાર્ય વિશેષને પૂરુ કરવા અથવા બગડેલુ કામ થવામાં કોઈ મિત્ર કે પ્રભાવી વ્યક્તિ ખૂબ મદદરૂપ સાબિત થશે. મહિનાના ઉત્તરાર્ધમાં સિંહ રાશિના જાતકોનું મન ધર્મ-અધ્યાત્મમાં ખૂબ લાગશે. આ દરમિયાન કોઈ ધાર્મિક સ્થળ પર જવા કે પછી કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગિતાની તક મળશે.
ઉપાય: દરરોજ લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરો તથા ગુરુવારના દિવસે કોઈ મંદિરમાં જઈને ચણાની દાળ અને ધાર્મિક પુસ્તકનું દાન કરો.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે વર્ષનો અંતિમ મહિનામાં નજીકના ફાયદામાં દૂરનું નુકસાન કરવાથી બચવુ જોઈએ. કહેવાનો તાત્પર્ય એ છે કે આ મહિને કોઈ પણ કાર્યને કરતી વખતે શોર્ટકટ ન અપનાવો અને ભૂલથી પણ નિયમ-કાયદા ન તોડો. મહિનાની શરૂઆતમાં નોકરિયાત વ્યક્તિને કામકાજ સાથે જોડાયેલી અમુક મુશ્કેલી આવી શકે છે. આ દરમિયાન અચાનકથી કોઈ મોટી સમસ્યા ઊભી થવી અથવા કાર્ય વિશેષમાં બિનજરૂરી વિલંબ થવાથી તમારી અંદર ક્રોધ અને ઉત્તેજના વધશે. કામમાં આવનારી અડચણની સાથે આરોગ્ય પણ તમારી મુશ્કેલીનું મોટુ કારણ બની શકે છે. દરમિયાન પોતાની દિનચર્યા અને ખાણીપીણી યોગ્ય રાખો તથા સીઝનેબલ બીમારીથી બચીને રહો.
ઉપાય: દરરોજ વિઘ્નવિનાશક ગણપતિને દુર્વા ચઢાવીને પૂજા અને તેમની ચાલીસાનો પાઠ કરો.
તુલા
તુલા રાશિના જાતકો માટે ડિસેમ્બર મહિનો મિશ્ર રહેવાનો છે. મહિનાની શરૂઆતમાં તમને કારણવિના મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ખર્ચ વધશે. આ દરમિયાન તમારા વિરોધી તમારા માન-સન્માનને ઠેસ પહોંચાડવાનું કામ કરી શકે છે. કોઈ વાતને લઈને પોતાના લોકોની નારાજગી પણ વેઠવી પડી શકે છે. સ્વજનોની સાથે પેદા થયેલા મતભેદના કારણે તેમનાથી અંતર વધશે. આ દરમિયાન વિચારેલા કાર્યોને પૂરા કરવા માટે તમારે વધારે ભાગદોડ કરવી પડી શકે છે. આ મહિને તમે કોઈને કોઈ વચન ન આપો જેને પૂરુ કરવા માટે તમારે બાદમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
ઉપાય: દરરોજ ઉગતા સૂર્યને તાંબાના લોટાથી જળ અર્પણ કરો અને આદિત્ય હત્રદય સ્ત્રોતનો પાઠ કરો.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે ડિસેમ્બરનો મહિનો મિશ્ર રહેશે. દરમિયાન તમારે આ મહિનાની શરૂઆતથી જ પોતાનો સમય, ધન અને ઉર્જાની વ્યવસ્થા કરીને ચાલવુ પડશે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ઘર-પરિવાર સાથે જોડાયેલા મુદ્દા તમારી મુશ્કેલીનું કારણ બનશે. ખાસ વાત એ છે કે આ દરમિયાન તમને પોતાના ભાઈ-બહેન અને માતા-પિતાથી અપેક્ષિત સહયોગ મળશે નહીં. જેના કારણે તમારુ મન થોડુ દુભાશે. જો તમે વ્યવસાયથી જોડાયેલા છો તો તમારે ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવાથી બચવુ જોઈએ.
ઉપાય: દરરોજ હનુમાનજીની પૂજા લાલ રંગનું પુષ્પ ચઢાવીને કરો તથા શ્રી સુંદરકાંડનો વિશેષ રીતે પાઠ કરો.
ધન
ધન રાશિના જાતકો માટે ડિસેમ્બર મહિનો ખૂબ ઉતાર-ચઢાવ વાળો રહેવાનો છે. મહિનાની શરૂઆતમાં તમને કાર્ય સંબંધિત લાંબી કે નાના અંતરની ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે. યાત્રાઓ થાકભરી પરંતુ આશાના અનુરૂપ લાભ અને સફળતા આપનારી રહેશે. આ દરમિયાન તમારા પ્રભાવી લોકોની સાથે સંપર્ક-સંવાદ સ્થાપિત થશે. આ દરમિયાન રોજગાર માટે વધુ દોડધામ કરવી પડશે. મહિનાના બીજા અઠવાડિયામાં ધન લાભના યોગ બનશે. આ દરમિયાન નોકરિયાત લોકોને વધુ આવકના સ્ત્રોત બનશે અને તેમના સંગ્રહ કરેલા ધનમાં વૃદ્ધિ થશે. ઉત્સવ વગેરેમાં ભાગ લેવાનો અવસર મળશે. સમાજ સેવા સાથે જોડાયેલા લોકોના માન-સન્માનમાં વધારો થશે.
ઉપાય: દરરોજ ઉગતા સૂર્યને જળ અર્પણ કરો તથા ભગવાન ભાસ્કરના મંત્રનો જાપ તથા આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.
મકર
મકર રાશિના જાતકો માટે ડિસેમ્બર મહિનાની શરૂઆત થોડી પ્રતિકૂળ રહેવાની છે. જો તમે નોકરિયાત વ્યક્તિ છો તો તમારા માથે આ મહિનાના કાર્યનો બોઝ આવી શકે છે. જેને પુરુ કરવા માટે વધુ પરિશ્રમ અને પ્રયત્ન કરવા પડશે. કાર્યક્ષેત્રમાં પરિશ્રમ પ્રમાણે ઓછુ ફળ મળશે. જેના કારણે મન થોડુ દુ:ખી થશે.
આ દરમિયાન કાર્યની વ્યસ્તતાના કારણે તમારી દિનચર્યા અને આરોગ્ય પણ બગડી શકે છે. શારીરિક થાક અને પેટ સંબંધિત મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે.
ઉપાય: દરરોજ ભગવાન શિવની વિધિ-વિધાનથી પૂજા અને તેમની ચાલીસાનો પાઠ કરો. શનિવારના દિવસે દાન કરો.
કુંભ
કુંભ રાશિના જાતકો માટે ડિસેમ્બર મહિનાની શરૂઆત થોડી પડકારભરી રહી શકે છે. આ નોકરિયાત લોકોના કાર્યક્ષેત્રમાં સીનિયર અને જુનિયરનો સહયોગ ઓછો મળશે. પરીક્ષા-સ્પર્ધાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલીઓ આવી શકે છે. ઉચ્ચ શિક્ષણ કે પછી વિદેશમાં જઈને અભ્યાસ કરવાની ઈચ્છામાં વિલંબ થઈ શકે છે. આ દરમિયાન તમારી સામે અમુક મોટા ખર્ચ આવી શકે છે. જેના કારણે તમારુ બનેલુ બજેટ બગડી શકે છે.
ઉપાય: દરરોજ હનુમત ઉપાસના તથા શ્રી સુંદરકાંડનો પાઠ કરો.
મીન
મીન રાશિના જાતકો માટે ડિસેમ્બરનો મહિનો મિશ્ર પરિણામ આપશે. મહિનાની શરૂઆતમાં તમને પોતાના આરોગ્ય અને સંબંધ વગેરેને લઈને ખૂબ વધુ સતર્ક રહેવાની જરૂર રહેશે. આ દરમિયાન કોઈ વાતને લઈને સ્વજનો સાથે મતભેદ થઈ શકે છે. જેનાથી બચવા માટે તમને પોતાની વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે. નોકરિયાત વર્ગના લોકોના કાર્યક્ષેત્રમાં પોતાના વિરોધીઓ સાથે ખૂબ સતર્ક રહેવુ પડશે કેમ કે તમારા કામમાં અવરોધ નાખવા અને તમારી છબીને બગાડવા માટે ષડયંત્ર રચવામાં આવી શકે છે.
ઉપાય: દરરોજ ઉગતા સૂર્યને જળ અર્પણ કરો તથા દૈનિક પૂજામાં શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.