Get The App

ઉત્તરાયણના દિવસે કઈ રાશિના જાતકે કઈ વસ્તુનું કરવું જોઈએ દાન? જાણો સમગ્ર વિગત

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
ઉત્તરાયણના દિવસે કઈ રાશિના જાતકે કઈ વસ્તુનું કરવું જોઈએ દાન? જાણો સમગ્ર વિગત 1 - image


Donation according to zodiac sign on Uttarayan day : ગ્રહોના રાજા સૂર્યદેવના કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરવાની ઘટનાને મકર સંક્રાંતિ કહેવાય છે. જેની ઉજવણી મકર સંક્રાંતિ કે ઉત્તરાયણ તરીકે કરવામાં આવે છે. પંચાંગ મુજબ આ વર્ષે સૂર્યદેવ 14 જાન્યુઆરી 2025ના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. ઉત્તરાયણના પાવન દિવસે સ્નાન, દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે કઈ રાશિના જાતકે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તે વિશે જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી લાઠીયાએ આપેલી માહિતી પર નજર કરીએ.

મકર સંક્રાંતિનું જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અનેક ગણુ મહત્ત્વ

સંક્રાંતિના ફળ કથનમાં સંક્રાંતિ સમયની કુંડળી, વાર, તિથિ, નક્ષત્ર, યોગ, કરણ વગેરેની બાબતોનો અભ્યાસ કરી કેટલીક બાબતો જેવી કે ઋતુ, ખેતી, આબોહવા, વેપારમાં તેજી મંદી, રાજકીય પરિસ્થિતિ, સરકારી નીતિ વગેરેનું ફળકથન કરાય છે, 

મકર સંક્રાંતિએ દાનનું મહત્ત્વ

સંક્રાંતિના દિવસે સૂર્ય પૂજા ઉપરાંત દાનનું પણ વિશેષ મહત્ત્વ રહેલુ છે, કેમ કે સૂર્ય ભગવાન આ સમયમાં ઉત્તર તરફ પ્રયાણ કરતા હોય છે. સૂર્ય ભગવાનના ભક્તો માટે મકર સંક્રાંતિનો દિવસ તેમની ભક્તિ કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે, તેમજ ક્યારેક કોઈ માર્ગદર્શન મુજબ પણ ભક્તિ કે ઉચિત કાર્ય કરવામાં આવે છે.         

મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે, જે અનુસાર ભક્તો યથા શક્તિ દાન કરતાં હોય છે. આ દિવસે કઈ રાશિના જાતકોએ કઈ વસ્તુનું દાન કરવું તેવા વિશે શાસ્ત્રોમાં અને વિદ્વાનો દ્વારા માહિતી આપવામાં આવી છે. જે નીચે મુજબ છે. 

રાશિ પ્રમાણે દાન કરવાની વસ્તુ

ઉત્તરાયણના દિવસે કઈ રાશિના જાતકે કઈ વસ્તુનું કરવું જોઈએ દાન? જાણો સમગ્ર વિગત 2 - image

આ ઉપરાંત યથાશક્તિ મુજબ કોઈ વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે અને પશુ પંખીઓને અન્નનું દાન કરવું પણ સારુ માનવામાં આવે છે. 

સંક્રાંતિ એટલે શું?

હકીકતમાં સંક્રાંતિ શબ્દને સરળ ભાષામાં સમજીએ તો પસાર થવું, ભ્રમણ કરવું, પ્રવેશ કરવો એવો થાય છે. જે સૂર્યની રાશિ પરિવર્તનને લઈને વધુ પ્રચલિત છે. કર્ક રાશિમાં ચંદ્ર અને મંગળની યુતિ, ધન રાશિમાં સૂર્ય અને બુધની યુતિ, કુંભ રાશિમાં શુક્ર અને શનિ યુતિ, વૃષભ રાશિમાં ગુરુ અને મીન રાશિમાં રાહુ અને કન્યા રાશિમાં કેતુ ભ્રમણ કરે છે, 

સૂર્યનું ગણિત પણ ખૂબ મહત્ત્વ સુચક છે, જે ઘણી રીતે ઉપયોગી બને છે, જેમાં વધુ વ્યવહારુ પ્રચલન જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં જોવા મળે છે, ઉપરાંત ખગોળશાસ્ત્રમાં પણ ઘણું જાણવા મળે છે.

બે પ્રકારના હોય છે અયન

ઉત્તરાયણ એટલે ઉત્તર તરફ અયન, સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ છે, જે છ રાશિ મકર રાશિમાંથી મિથુન રાશિ સુધીમાં હોય છે, બે અયન હોય છે એક ઉત્તર અને બીજુ દક્ષિણ, એટલે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે   ત્યારે તેને મકર સંક્રાંતિ તે પછી ઉત્તરાયણ તરીકે પણ ઓળખીએ છીએ. અને દક્ષિણ અયનમાં સૂર્ય કર્ક રાશિથી ધન રાશિમાં ભ્રમણ કરે છે, નિરયન મુજબ સૂર્ય મકર રાશિમાં 14 જાન્યુઆરી અને સાયન રીત મુજબ 22 ડિસેમ્બરના દિવસે ગણતરી મુજબ થાય છે એટલે નિરયન કરતાં સાયનમાં સૂર્ય અગાઉ રાશિ પ્રવેશ કરે છે, ફળ કથનમા સાયન અને નિરયન સૂર્ય વિદ્વાનો પોતાના જ્ઞાનના અનુભવ દ્વારા કરતા હોય છે, જેમાં ખાસ ઋતુ બાબત સાયન, તો અન્ય બાબત નિરયન.


Google NewsGoogle News