નવરાત્રી ક્યારથી શરૂ થશે? નોંધી લો સાચી તારીખ, કલશ સ્થાપના સમય, પૂજા-વિધિ અને પૂજન સામગ્રીની યાદી

આસો માસના શુક્લ પક્ષમાં આવતી એકમથી શારદા નવરાત્રિનો પ્રારંભ થાય છે

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે નવરાત્રિ દરમ્યાન વિધિ- વિધાનથી માં દુર્ગાની પૂજા કરવાથી દરેક મનોકામના પુરુ થાય છે.

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
નવરાત્રી ક્યારથી શરૂ થશે? નોંધી લો સાચી તારીખ, કલશ સ્થાપના સમય, પૂજા-વિધિ અને પૂજન સામગ્રીની યાદી 1 - image
Image Freepic

તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર

હિન્દુ ધર્મમાં (hindu Dharma) નવરાત્રિ (Navratri) નું ઘણુ મહત્વ હોય છે. આસો માસના શુક્લ પક્ષમાં આવતી એકમથી શારદા નવરાત્રિનો પ્રારંભ થાય છે. નવરાત્રિના નવ દિવસોમાં  માં ના નવ રિુપોની પૂજા- અર્ચના કરવામાં આવે છે. માં ને પ્રસન્ન કરવા માટે ભક્તો વ્રત અનુષ્ઠાન કરતા હોય છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે નવરાત્રિ દરમ્યાન વિધિ- વિધાનથી માં દુર્ગાની પૂજા કરવાથી દરેક મનોકામના પુરુ થાય છે. 

શારદા નવરાત્રિ તારીખ

હિન્દુ પંચાગ પ્રમાણે શારદીય નવરાત્રિનું પર્વ 15 ઓક્ટોમ્બર 2023ને રવિવારના રોજથી પ્રારંભ થાય છે. શારદીય નવરાત્રિ પર્વ 23 ઓક્ટોમ્બર 2023ના રોજ સમાપ્ત થશે. અને 24 ઓક્ટોમ્બર 2023 બુધવારના રોજ વિજ્યાદશમી એટલે દશેરાનું પર્વ મનાવવામાં આવે છે. 

શારદીય નવરાત્રિ ઘટસ્થાપના મુહુર્ત

કલશ સ્થાપનાનું શુભ મુહૂર્ત 15 ઓક્ટોમ્બરના રોજ સવારે 11 કલાક અને 48 મિનિટથી બપોરે 12 કલાક અને 36 મિનિટ સુધી રહેશે. આ રીતે કળશ સ્થાપના માટે શુભ મુહૂર્ત માત્ર 48 મિનિટ માટેનું છે. 

પૂજા વિધિ

  • નવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી લીધા પછી પૂજા સ્થાન પર ગંગાજળ છાંટી ત્યા શુદ્ધ કરી દો. 
  • ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો
  • માં દુર્ગાને ગંગાજળથી અભિષેક કરો
  • માં ને અક્ષત, સિંદુર અને લાલ પુષ્પ અર્પણ કરો, પ્રસાદમાં ફળ અને મિઠાઈ ચડાવો. 
  • જો તમે કોઈ અનુષ્ઠાન કરતા હોવ તો જેટલા મંત્રોનું કરવાના હોવ તેનો સંકલ્પ મુકી નવ દિવસ પ્રમાણે માળા કે જપ કરો. 
  • ધુપ અને દીપ કરી માં દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને પછી માની આરતી કરો. 
  • માં ને ભોગ લગાવો. આ સાથે એક વાત યાદ રહે કે ભગવાનને માત્ર સાત્વિક ચીજોનો જ ભોગ લગાવવો. 

પૂજા માટેની સામગ્રીનું લીસ્ટ

  • લાલ ચુંદડી
  • લાલ વસ્ત્ર
  • માળા 
  • શ્રૃંગારનો સામાન
  • દીવો
  • ઘી/તેલ
  • ધુપ 
  • નારિયેળ 
  • ચોખા
  • કંકુ
  • સોપારી
  • લવિંગ 
  • ઈલાયચી
  • મિસરી
  • કપુર 
  • ફળ-અને મિઠાઈ
  • નાડાછડી

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News