ક્યારથી શરૂ થઈ રહ્યું હિન્દુ નવું વર્ષ, જાણો તારીખ અને તેનું મહત્વ
Image Source: Freepik
અમદાવાદ, તા. 27 માર્ચ 2024 બુધવાર
Hindu New Year : હિંદુ નવુ વર્ષ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. હિંદુ નવા વર્ષની શરૂઆત ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી માનવામાં આવે છે. આ સમયે હિંદુ કેલેન્ડરનો અંતિમ મહિનો ચાલી રહ્યો છે. આ અંતિમ મહિનાને ફાગણ મહિનાના નામથી ઓળખવામાં આવે છે.
ચૈત્ર મહિનાની શરૂઆત માર્ચના અંતમા કે એપ્રિલના શરૂઆતમાં થાય છે. વર્ષ 2024માં ચૈત્ર મહિનાની શરૂઆત 26 માર્ચથી થઈ ચૂકી છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ પર બ્રહ્માજીએ સૃષ્ટિનો આરંભ કર્યો હતો તેથી ચૈત્ર હિંદુ નવાવર્ષનો પહેલો મહિનો બન્યો. હિંદુ વર્ષમાં 12 મહિના હોય છે. જેમાં સૌથી પહેલા ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગશર, પોષ, મહા અને સૌથી છેલ્લે ફાગણ મહિનો હોય છે.
હિંદુ પંચાંગનું નવુ વર્ષ
અંગ્રેજી કેલેન્ડર અનુસાર 1 જાન્યુઆરીએ નવા વર્ષની શરૂઆત થાય છે પરંતુ હિંદુ નવા વર્ષની શરૂઆત ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થાય છે. વર્ષ 2024માં હિંદુ પંચાંગ અનુસાર નવુ વર્ષ 2081 માન્ય થશે. જેની શરૂઆત 9 એપ્રિલ, મંગળવારથી થશે.
સંવતનો અર્થ શું છે?
વિક્રમ સંવત એક કેલેન્ડર પ્રણાલી છે જેનું પાલન ભારતીય ઉપખંડમાં હિંદુ અને શિખ કરે છે. જેમાં સંવતનો અર્થ વર્ષ હોય છે. સમ્રાટ વિક્રમાદિત્યએ ઈ.સ પૂર્વે 57 માં તેનું પ્રચલન આરંભ કરાવ્યો હતો. જાણકારો અનુસાર વિક્રમ સંવત 2081 ના રાજ મંગલ, શનિના મંત્રી થવાથી આ વર્ષે ઉથલ-પાથલ રહેશે. ભારતમાં આંતરિક સંઘર્ષ વધવાની શક્યતા છે. દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થશે.