Get The App

ક્યારે છે પાપમોચિની એકાદશી, જાણો પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
ક્યારે છે પાપમોચિની એકાદશી, જાણો પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ 1 - image


Image Source: Twitter

અમદાવાદ, તા. 26 માર્ચ 2024 મંગળવાર

5 એપ્રિલ 2024એ પાપમોચિની એકાદશીનું વ્રત છે. આ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસે હશે. માન્યતા છે કે આ દિવસે શ્રીહરિની પૂજા અને 24 કલાકનો ઉપવાસ કરનારને સમગ્ર પ્રકારના કષ્ટોથી મુક્તિ મળી જાય છે.

શાસ્ત્રો અનુસાર અગિયારસ તે તિથિ છે જેના ફળસ્વરૂપ સાધકનું શરીર અને મન શુદ્ધ થાય છે અને સાથે જ તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થઈ જાય છે. આ વખતે પાપમોચિની અગિયારસ પર શુભ યોગનો સંયોગ બની રહ્યો છે જેનાથી વ્રત કરનારને પૂજાનો બમણો લાભ મળશે.

પાપમોચિની અગિયારસ 2024 શુભ યોગ

આ વર્ષે પાપમોચિની અગિયારસ પર સાધ્ય રોગ બનશે. આ સિવાય આ દિવસે કુંભ રાશિમાં શનિ અને મંગળની યુતિ હશે. સાથે જ સૂર્ય અને શુક્ર મીન રાશિમાં એક સાથે હશે જેનાથી રાજભંગ યોગ બનશે. દરમિયાન વ્રત કરનારને પાપમોચિની અગિયારસ વ્રતથી તમામ પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યા દૂર થશે. આરોગ્ય, સંતાન પ્રાપ્તિ અને નોકરીમાં સફળતાની કામના પૂર્ણ થશે.

પાપમોચિની અગિયારસ 2024 પૂજા મુહૂર્ત

ચૈત્ર કૃષ્ણ અગિયારસ તિથિ શરૂ - 4 એપ્રિલ 2024, સાંજે 04.14

ચૈત્ર કૃષ્ણ અગિયારસ તિથિ સમાપન- 5 એપ્રિલ 2024, બપોરે - 01.28

વિષ્ણુ પજા સમય- સવારે 07.41- સવારે 10.49

વ્રત પારણા સમય- સવારે 06.05- સવારે 08.37 (6 એપ્રિલ 2024)

પાપમોચિની અગિયારસ વ્રત કેવી રીતે રાખવુ

અગિયારસ વ્રત બે પ્રકારે રાખવામાં આવે છે નિર્જળ અને ફળાહારી. નિર્જળ વ્રત પૂર્ણ રીતે સ્વસ્થ વ્યક્તિએ જ રાખવુ જોઈએ. અન્ય લોકો ફળાહારી ઉપવાસ રાખી શકે છે. આ વ્રતમાં દશમીને સાત્વિક આહાર ગ્રહણ કરવો જોઈએ. અગિયારસની સવારે નદી કે સરોવરમાં પવિત્ર સ્નાન કરવુ જોઈએ. પછી ફૂલ, ચંદનનો લેપ, અગરબત્તી અને ભોગ વિષ્ણુજીને અર્પણ કરીને પૂજન કરવુ. જે બાદ શ્રીમદ્ભગવદગીતાના અગિયારમાં અધ્યાયનો પાઠ કરવો. પાપમોચિની અગિયારસ વ્રતની કથા સાંભળો. આ દિવસે જો રાત્રે જાગરણ કરીને શ્રીહરિની ઉપાસના કરવામાં આવે તો દરેક પાપનું પ્રાયશ્ચિત થઈ શકે છે. આગલા દિવસે દાન કરીને વ્રતના પારણા કરવા.


Google NewsGoogle News