Narmada Jayanti 2024: નર્મદા જયંતી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને નર્મદા નદીમાં સ્નાન કરવાના લાભ
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 14 ફેબ્રુઆરી 2024 બુધવાર
હિંદુ ધર્મમાં ગંગાની જેમ નર્મદાને પણ ખૂબ પૂજનીય નદી માનવામાં આવે છે. ભારતની 5 સૌથી મોટી નદીઓમાં નર્મદા પણ એક છે. ધાર્મિક માન્યતા અનુસાર મહા સુદ સાતમે માતા નર્મદાનો જન્મ થયો હતો. તેથી દર વર્ષે આ તિથિમાં નર્મદા જયંતી મનાવવામાં આવે છે.
ક્યારે છે નર્મદા જયંતી
નર્મદા જયંતી આ વર્ષે 16 ફેબ્રુઆરી 2024 શુક્રવારે મનાવવામાં આવશે. નર્મદા જયંતી મહા સુદ સાતમે હોય છે. પંચાંગ અનુસાર 15 ફેબ્રુઆરીએ સવારે 10.12 મિનિટે સાતમની તિથિ શરૂ થઈ જશે અને 16 ફેબ્રુઆરી સવારે 08:54 પર તેનું સમાપન થશે. આ રીતે ઉદાયતિથિ અનુસાર નર્મદા જયંતી 16 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે.
નર્મદા જયંતીનું મહત્વ
નર્મદા જયંતીના દિવસે સવારે પવિત્ર નદીમાં ભક્ત આસ્થાની ડુબકી લગાવે છે. આ શુભ દિવસે લોકો નર્મદા નદીની પૂજા પણ કરે છે અને આરોગ્ય, ધન, સુખ-સમૃદ્ધિની કામના કરે છે. સ્નાન બાદ લોકો નદીમાં ફુલ, હળદર, કંકુ અને દીવો વગેરે અર્પણ કરે છે. મધ્ય પ્રદેશના અમરકંટક સ્થાનથી જ નર્મદાનું ઉદગમ થાય છે. તેથી નર્મદા જયંતી પર મા નર્મદાની પૂજા માટે આ સ્થળને સૌથી વિશેષ માનવામાં આવે છે.
નર્મદા જયંતી પર નર્મદા નદીમાં સ્નાનનો લાભ
માન્યતા છે કે નર્મદા જયંતી પર નર્મદા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે અને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે.
વિષ્ણુ પુરાણ અનુસાર નાગ રાજાઓએ મળીને મા નર્મદાને એ વરદાન આપ્યુ કે જે પણ નર્મદા નદીમાં સ્નાન કરશે. તેના તમામ પાપ પૂર્ણ થઈ જશે અને તે મોક્ષને પ્રાપ્ત કરશે.
જો કુંડલીમાં કાલસર્પ દોષ હોય તો નર્મદા જયંતીના દિવસે ચાંદીથી બનેલા નાગ-નાગિનની જોડી નર્મદા નદીમાં પ્રવાહિત કરો. આ ઉપાયથી કાલસર્પ દોષ દૂર થઈ જાય છે.
નર્મદા જયંતીના દિવસે નર્મદા નદીમાં સ્નાન બાદ પૂજા-પાઠ કરો અને સાંજે આરતી કે નર્મદા અષ્ટકનો પાઠ કરવો ફળદાયી માનવામાં આવે છે.