ક્યારે ઉજવવામાં આવશે કરવા ચોથનું વ્રત જાણો શુભ મુહૂર્ત અને તારીખ

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
ક્યારે ઉજવવામાં આવશે કરવા ચોથનું વ્રત જાણો શુભ મુહૂર્ત અને તારીખ 1 - image


નવી મુંબઇ,તા. 25 ઓક્ટોબર 2023, બુધવાર 

દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તારીખે ઉજવવામાં આવે છે. આ પવિત્ર માસમાં મહિલાઓને અખંડ સૌભાગ્યનું વરદાન આપતું કરવા ચોથનું વ્રત આ વર્ષે 13 ઓક્ટોબર, 2022ને ગુરુવારે છે.

કરવા ચોથના દિવસે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે નિર્જળા વ્રત રાખે છે.

કરવા ચોથનું વ્રત સવારે સૂર્યોદયથી શરૂ થાય છે અને સાંજે ચંદ્ર ઉદય સુધી ચાલુ રહે છે. ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી, સ્ત્રીઓ તેમના પતિના હાથનું પાણી પીને આ વ્રત તોડે છે. જો આ વર્ષે કરવા ચોથ વ્રતની તિથિને લઈને મૂંઝવણ છે.

કરવા ચોથ  31મી ઓક્ટોબર કે 1લી નવેમ્બર ?

કરાવવા ચોથ વ્રત ઉદયતિથિથી માન્ય છે, તેથી આ વર્ષે કરવા ચોથ 1 નવેમ્બર 2023, બુધવારના રોજ મનાવવામાં આવશે.

કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 31 ઓક્ટોબર 2023ના રોજ રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે. ચતુર્થી તિથિ 1 નવેમ્બર 2023 ના રોજ રાત્રે 9.19 વાગ્યે સમાપ્ત થશે.

કરવા ચોથ 2023 મુહૂર્ત

કરવા ચોથના દિવસે મહિલાઓ સાંજે ચોથ માતા, કરવા માતા અને ગણપતિની પૂજા કરે છે અને ચંદ્રોદય પછી ચંદ્રદેવને અર્ઘ્ય ચઢાવવામાં આવે છે.

કરવા ચોથના ઉપવાસનો સમય - સવારે 06:36 - સાંજે 08:26

કરવા ચોથ પૂજા મુહૂર્ત - 05.44 pm - 07.02 pm (1 નવેમ્બર 2023)

ચંદ્રોદય સમય - 08:26 pm (1 નવેમ્બર 2023)

કરવા ચોથના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા જાગીને અને સરગી ખાઈને ઉપવાસ શરૂ કરે છે. ત્યારપછી મહિલાઓ આખો દિવસ નિર્જલા વ્રત રાખે છે. સાંજે મહિલાઓ દુલ્હનની જેમ તૈયાર થઈને 16 શ્રૃંગાર કરે છે અને પૂજા કરે છે. જે બાદ સાંજે ચાળણી દ્વારા ચંદ્રને જોઈને અને તેના પતિની આરતી કરીને પોતાનો ઉપવાસ તોડે છે. 

એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ શિવ માટે અને દ્રૌપદીએ પાંડવો માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. કરવા ચોથ વ્રતનો પ્રતાપ મહિલાઓને શાશ્વત સૌભાગ્યનું વરદાન મળે છે. કરવા માતા હંમેશા તેમના દામ્પત્ય જીવનની રક્ષા કરે છે અને તેમના દામ્પત્ય જીવનમાં ખુશીઓ લાવે છે.


Google NewsGoogle News