હોલિકા દહન ક્યારે છે? જાણીલો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા-વિધિ

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
હોલિકા દહન ક્યારે છે? જાણીલો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા-વિધિ 1 - image


Holika Dahan : દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે દેશમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે હોળી 25 માર્ચને ઉજવવામાં આવશે. હોળી મહત્વના તહેવારોમાંનો એક છે. હોળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. 

હોલિકા દહનને છોટી હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હોલિકા દહન પૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત પછી પ્રદોષના સમયે કરવું જોઈએ. તે જ સમયે, હોલિકા દહન ભદ્રા દરમિયાન કરવામાં આવતું નથી. 

ક્યારે છે હોલિકા દહન?

આ વર્ષે હોલિકા દહન 24મી માર્ચે કરવામાં આવશે. બીજા દિવસે 25મી માર્ચે હોળીનો તહેવાર છે. પંચાંગ અનુસાર, ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા તિથિ 24 માર્ચની સવારથી શરૂ થશે અને 25 માર્ચ, 2023 ના રોજ બપોરે સમાપ્ત થશે.

હોલિકા દહનનો શુભ સમય-

પૂર્ણિમા તિથિનો પ્રારંભ - 24 માર્ચ, 2024 સવારે 09:54 વાગ્યે

પૂર્ણિમા તિથિ સમાપ્ત - 25 માર્ચ, 2024 બપોરે 12:29 વાગ્યે

હોલિકા દહન મુહૂર્ત - 11:13 PM થી 12:12 AM, 25 માર્ચ

અવધિ - 00 કલાક 59 મિનિટ

હોળી- સોમવાર, 25 માર્ચ, 2024

ભદ્રા પૂંછ - 06:33 PM થી 07:53 PM

ભદ્ર મુખ - સાંજે 07:53 થી રાત્રે 10:06 સુધી

હોલિકા દહન પૂજા સામગ્રી-

અક્ષત, સૂંઠ, ગોળ, ફૂલ, માળા, રોલી, ગુલાલ, કાચો કપાસ, હળદર, એક લોટામા જળ, નાળિયેર, બાતાશા, ઘઉંની બુટ્ટી અને મૂંગની દાળ વગેરે.

હોલિકા પૂજા મંત્ર

હોલિકા મંત્ર- ઓમ હોલિકાય નમઃ:

ભક્ત પ્રહલાદ મંત્ર- ઓમ પ્રહલાદાય નમઃ:

ભગવાન નરસિંહ માટેનો મંત્ર- ઓમ નૃસિંહાય નમઃ:


Google NewsGoogle News