ક્યારે છે ગણેશ ચતુર્થી? જાણો પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને ભોગ વિશે

Updated: Sep 12th, 2023


Google NewsGoogle News
ક્યારે છે ગણેશ ચતુર્થી? જાણો પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને ભોગ વિશે 1 - image


                                                 Image Source: Wikipedia

અમદાવાદ, તા. 12 સપ્ટેમ્બર 2023 મંગળવાર

ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે અને આ વર્ષના સૌથી મહત્વપૂર્ણ તહેવારો પૈકીનો એક છે ગણેશ ચતુર્થી. ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરી દેવાઈ છે. પંડાલ અને લાઈટ લગાવી દેવાઈ છે અને આ ભવ્ય તહેવારને ધૂમધામથી મનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે. ગણેશ ચતુર્થી દેવી પાર્વતી અને ભગવાન શિવના પુત્ર ભગવાન ગણેશની જયંતીનું પ્રતીક છે અને ભક્ત આ દરમિયાન ધન, સમૃદ્ધિ અને સફળતાની કામના કરતા પોતાના ઘરમાં તેમનું સ્વાગત કરે છે. હિંદુ કેલેન્ડર અનુસાર ગણેશ ચતુર્થી ભાદરવા મહિનાના શુક્લ પક્ષમાં આવે છે જે દર વર્ષે ઓગસ્ટ કે સપ્ટેમ્બરની આસપાસ આવે છે. આને ગણેશોત્સવ પણ કહેવામાં આવે છે. આ 10 દિવસનો તહેવાર હોય છે જેનું સમાપન અંતિમ દિવસ (અનંત ચતુર્દશી) ગણેશ વિસર્જન સાથે થાય છે. 

ગણેશ ચતુર્થી ક્યારે છે

આ વર્ષે ગણેશ ચતુર્થીનો ઉત્સવ 19 સપ્ટેમ્બર 2023એ શરૂ થશે અને 28 સપ્ટેમ્બર 2023એ વિસર્જન સાથે સમાપ્ત થશે.

ચતુર્થી તિથિ આરંભ- 18 સપ્ટેમ્બર 2023એ બપોરે 12:39 વાગ્યાથી

ચતુર્થી તિથિ સમાપ્ત - 19 સપ્ટેમ્બર 2023 એ બપોરે 01.43 વાગે

ભારતમાં ગણેશ ચતુર્થીનો તહેવાર કેવી રીતે મનાવવામાં આવે છે

ગણેશોત્સવ મહારાષ્ટ્ર, પૂણે, ગુજરાત અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં ભવ્યતાની સાથે મનાવવામાં આવે છે. આ રાજ્યોના દરેક ક્ષેત્રે લોકપ્રિય સામુદાયિક પૂજાઓ સિવાય, લોકો ગણેશ મૂર્તિઓને ઘર પર પણ લઈ જાય છે અને 10 દિવસ સુધી પૂજા કરે છે. તેઓ તે સ્થાનને રોશની અને ફૂલોથી સજાવે છે અને પોતાના પ્રિય દેવતાને સારા કપડા, ફૂલોના આભૂષણ અને ઘણુ પહેરાવે છે. ભક્ત નવા કપડા પણ પહેરે છે, ઘરની સફાઈ કરે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે અને મિઠાઈ અને નમકીનનો ભોગ લગાવે છે.

ક્યારે છે ગણેશ ચતુર્થી? જાણો પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને ભોગ વિશે 2 - image

તહેવારની તૈયારી માટે 5 ક્લાસિક મિઠાઈ અને નમકીન વ્યંજન

ભારતમાં ભોજન દરેક પ્રકારના ઉત્સવમાં એક મુખ્ય ભૂમિકા નિભાવે છે અને આ ગણેશ ચતુર્થી માટે પણ સાચુ છે. આ 10 દિવસ દરમિયાન ભક્ત ભગવાન ગણેશ ચઢાવવા માટે વિભિન્ન મિઠાઈ અને નમકીન ખવડાવવાની વસ્તુ તૈયાર કરે છે. જોકે ભોગની થાળીમાં ભોજનની વસ્તુઓ અલગ-અલગ સ્થળોએ અલગ-અલગ હોય છે પરંતુ અમુક એવી વસ્તુ પણ છે જે દરેક ભોગની થાળીમાં જરૂર હોય છે. 

મોદક ગણેશ ચતુર્થી દરમિયાન બનાવવામાં આવતી સૌથી લોકપ્રિય મિઠાઈ છે, પરંતુ તેના સિવાય પણ તમે ગણેશજીને આ ભોગ અર્પણ કરી શકો છો.

1. પૂરણ પોળી

પૂરણ પોળી એક ક્લાસિક મહારાષ્ટ્રીયન વ્યંજન છે, જે મીઠી દાળથી ભરેલા પરાઠા છે. આ ખાવામાં નરમ હોય છે અને તેમાં ખૂબ ઘી પણ હોય છે, આ ખાતા જ આ તમારા મોંઢામાં પીગળી જાય છે.

2. નિવગ્ર્યા

નિવગ્ર્યા એક ઈડલી જેવી વાનગી છે, જે સામાન્યરીતે મોદકમાં ઉપયોગ થતા વધેલા ચોખાના લોટથી તૈયાર થાય છે. આ એક લોકપ્રિય કોંકણી વ્યંજન છે જેને સ્વાદને સંતુલિત કરવા માટે મોદકની સાથે ખાવામાં આવે છે. આ પકવાન બનાવવા માટે વધેલો ચોખાનો લોટ, જીરુ, લીલા મરચા, ધાણા સાથે એક મિશ્રણ તૈયાર થશે અને ઈડલીની પ્લેટોમાં તેને બાફી દેવુ. 

3. ચુરમાના લાડુ

ચુરમાના લાડુ દેખાવમાં મોદક જેવા જ હોય છે પરંતુ આને લોટ, ખાંડ, ઘી અને માવાના મિશ્રણથી બનાવવામાં આવે છે આ તમામ વસ્તુઓને ભેળવીને પાઉડર બનાવવામાં આવે છે અને પછી લાડુ અને મોદકના આકારમાં બનાવવામાં આવે છે. ચુરમાના લાડવા હળવા હોય છે અને તમારા મોંઢામાં ઓગળી જાય છે.

4. કોઝુકટ્ટઈ

કોઝુકટ્ટઈ મોદકની જેવા જ હોય છે, જેને તમિલનાડુ અને કેરળમાં પ્રસાદ માટે વ્યાપક રીતે તૈયાર કરવામાં આવે છે. આ ચોખાની પકોડી છે, જેમાં ગોળ અને નારિયેળ ભરેલુ હોય છે અને આને સારી રીતે બાફીને બનાવવામાં આવે છે.

5. શીરો

સોજીના શીરાની જેમ, શીરો પણ એક મીઠો હલવો છે જે રવો, ખાંડ, સૂકા મેવા અને ખૂબ ઘી થી બનાવવામાં આવે છે. અમુક લોકો સ્વાદ વધારવા માટે શીરામાં અનાનસ અને કેળા પણ મેળવે છે.



Google NewsGoogle News