ગણેશ ચતુર્થી ક્યારે છે, જાણો ગણેશોત્સવની શરૂઆત અને સમાપનની તારીખ
Image: Facebook
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશને સમર્પિત હિંદુ ધર્મનો મહત્વપૂર્ણ અને મોટો પર્વ છે, જેને દેશભરમાં મનાવવામાં આવે છે પરંતુ ખાસ કરીને મહારાષ્ટ્રમાં તેની વધુ લોકપ્રિયતા છે. ગણેશ ચતુર્થી પર બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને 10 દિવસ બાદ વિસર્જન કરીને બાપ્પાની વિદાય કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થી ક્યારે છે
પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થીના તહેવારનો શુભારંભ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી થાય છે અને ચૌદશના દિવસે તેનું સમાપન થાય છે. 10 દિવસ સુધી ભક્તો ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવે છે.
હરતાલિકા તીજના આગલા દિવસથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ જાય છે અને અનંત ચતુર્દશી પર તેનું સમાપન થાય છે. દસ દિવસીય ગણેશ ચતુર્થીની શરૂઆત આ વર્ષે 7 સપ્ટેમ્બર 2024થી થશે, જેનું સમાપન 17 સપ્ટેમ્બરે થશે. આ દિવસે વિશ્વકર્મા પૂજા પણ થાય છે.
ગણેશ ચતુર્થી મુહૂર્ત
ગણેશ ચતુર્થી શનિવાર, 7 સપ્ટેમ્બર 2024
ચતુર્થી તિથિ પ્રારંભ શુક્રવાર બપોરે 3.01
ચતુર્થી તિથિ સમાપન શનિવાર 7 સપ્ટેમ્બર સાંજે 05.37
ગણેશ ચતુર્થી પૂજાનો સમય 7 સપ્ટેમ્બર સવારે 11.03થી બપોરે 01.34 સુધી
ગણેશ વિસર્જન મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024
મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ શા માટે લોકપ્રિય છે
ગણેશ ઉત્સવ મહારાષ્ટ્રમાં સૌથી વધુ લોકપ્રિય છે કેમ કે તેની ઉત્પત્તિ મરાઠા સામ્રાજ્ય સાથે જોડાયેલી છે. કહેવાય છે કે 17મી સદીમાં છત્રપતિ શિવાજીએ પોતાની પ્રજામાં રાષ્ટ્રવાદ અને એકતાને વધારવા માટે ગણેશ ઉત્સવ મનાવવાની શરૂઆત કરી હતી.
જોકે બ્રિટિશ કાળમાં તેને વધુ લોકપ્રિયતા મળી. જ્યારે લોકમાન્ય તિલકે આ ઉત્સવ દ્વારા લોકોને એક સાથે લાવવા અને સ્વતંત્રતાની લડત લડવા માટે પ્રેરિત કરવાનું માધ્યમ બનાવ્યું. તેથી ગણેશ ચતુર્થીનો પર્વ આધ્યાત્મિકતાની સાથે જ સાંસ્કૃતિક અને સામાજિક રીતે પણ મહત્વ રાખે છે.