Get The App

શ્રાવણ શરૂ થાય એ પહેલા જાણો, ક્યારે છે અષાઢ માસિક નવરાત્રિ અને કયા સમયે કરી શકાય શિવપૂજા

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
શ્રાવણ શરૂ થાય એ પહેલા જાણો, ક્યારે છે અષાઢ માસિક નવરાત્રિ અને કયા સમયે કરી શકાય શિવપૂજા 1 - image


Image: FreePik 

Masik Shivratri 2024:  ભગવાન શિવના પ્રિય માસ શ્રાવણ આવવામાં હજુ ઘણો સમય બાકી છે. તે પહેલા શિવ ઉપાસના માટે અષાઢ માસની શિવરાત્રી આવી રહી છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે. 

આ દિવસે વ્રત રાખવામાં આવે છે અને ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવના આશીર્વાદથી ભક્તોની મુશ્કેલીઓ દૂર થાય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. 

ક્યારે છે અષાઢ 2024ની માસિક શિવરાત્રી?

વૈદિક કેલેન્ડર મુજબ, અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 4 જુલાઈ, ગુરુવારે સવારે 5.54 કલાકથી શરૂ થશે. આ તિથિ શુક્રવાર, 5 જુલાઈના રોજ સવારે 4:57 કલાકે સમાપ્ત થશે. જો પૂજા સમયના આધારે જોવામાં આવે તો અષાઢની માસિક શિવરાત્રી 4 જુલાઈએ ઉજવવામાં આવશે.

માસિક શિવરાત્રી 2024 અષાઢનું મુહૂર્ત

  • 4 જુલાઈએ અષાઢની માસિક શિવરાત્રિ માટે પૂજાનો સમય 40 મિનિટનો
  • માસિક શિવરાત્રી પૂજા 12:06 AM થી 12:46 AM વચ્ચે કરી શકાય,  આ સમય સિવાય તમે દિવસ દરમિયાન ગમે ત્યારે શિવરાત્રિની પૂજા કરી શકો છો.

વૃદ્વિ યોગ અને મૃગશિરા નક્ષત્રમાં અષાઢ શિવરાત્રી

અષાઢની માસિક શિવરાત્રીના દિવસે વૃદ્વિ યોગ અને મૃગશિરા નક્ષત્ર છે. 

  • વૃદ્વિ યોગ સવારે 7 થી બીજા દિવસે સવારે 5.14 સુધી 
  • મૃગશિરા નક્ષત્ર વહેલી સવારથી બીજા દિવસે સવારે 03.54 વાગ્યા સુધી

અષાઢ શિવરાત્રીના દિવસે ભદ્રા

અષાઢ શિવરાત્રીના દિવસે ભદ્રા દેખાઈ રહી છે, જેનું વાસ સ્થાન સ્વર્ગ છે. 

  • શિવરાત્રી પર ભદ્રાનો સમય સવારે 5.54 થી સાંજના 5.23 

અષાઢ શિવરાત્રી પર રૂદ્રાભિષેક

4 જુલાઈના રોજ માસિક શિવરાત્રીના રોજ રૂદ્રાભિષેક માટે શિવવાસ છે. શિવવાસ ભોજનમાં 05:54 AM સુધી  હોય છે, ત્યારબાદ સ્મશાનમાં હોય છે. જે 5 જુલાઈના રોજ સવારે 04:57 વાગ્યા સુધી ચાલશે. તમે સુખ, સમૃદ્ધિ અને કુટુંબ કલ્યાણ માટે માસિક શિવરાત્રી પર રૂદ્રાભિષેક કરી શકો છો.


Google NewsGoogle News