અખાત્રીજ ક્યારે છે? જાણો તારીખ અને સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત

Updated: May 1st, 2024


Google NewsGoogle News
અખાત્રીજ ક્યારે છે? જાણો તારીખ અને સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત 1 - image


Image: Freepik

Akshaya Tritiya 2024: સનાતન ધર્મમાં અખાત્રીજનું વિશેષ મહત્વ છે. આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. સોનાના દાગીના અખાત્રીજના દિવસે ખરીદવામાં આવે છે. આ પર્વ દર વર્ષે વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજની તિથિએ મનાવવામાં આવે છે. જ્યોતિષ અનુસાર અખાત્રીજ પર લગ્ન, સગાઈ, વિદાય, વાહન અને ઘરની ખરીદી સહિત તમામ શુભ કાર્ય કરી શકાય છે. તે માટે કોઈ જ્યોતિષ સલાહની જરૂર હોતી નથી. અખાત્રીજને વણજોયું મુહૂર્ત પણ કહેવામાં આવે છે. આ દિવસે સોનાની ખરીદી ખૂબ શુભ માનવામાં આવે છે.  

શુભ મુહૂર્ત

જ્યોતિષ અનુસાર 10 મે એ અખાત્રીજ છે. આ દિવસે શુભ મુહૂર્ત સવારે 04.17 મિનિટે શરૂ થશે અને 11 મે એ મોડી રાત્રે 02.50 મિનિટ પર પૂર્ણ થશે. 10 મે એ અખાત્રીજ મનાવવામાં આવશે. આ દિવસે પૂજા માટે શુભ મુહૂર્ત સવારે 05.33 મિનિટથી લઈને બપોરે 12.18 મિનિટ સુધી છે. આ દરમિયાન ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરીને સુખ-સમૃદ્ધિ અને ધન વૃદ્ધિની કામના કરવામાં આવે છે.

સોનાની ખરીદીનો સમય

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ પર સુકર્મ યોગ બની રહ્યો છે. આ યોગનું નિર્માણ બપોરે 12.08 મિનિટથી થઈ રહ્યું છે. જે આખો દિવસ છે. સાથે જ રવિ યોગનો પણ સંયોગ બનશે. આ દિવસે સવારે 05.33 મિનિટથી સવારે 10.37 મિનિટ સુધી સોનાની ખરીદી કરી શકો છો. બપોરના સમયે 12.18 મિનિટથી લઈને 01.59 મિનિટ સુધી સોનુ ખરીદવાનો શુભ સમય છે. જ્યારે સાંજે 09.40 મિનિટથી રાત્રે 10.59 મિનિટ સુધી શુભ સમય છે.


Google NewsGoogle News