Get The App

અખાત્રીજ ક્યારે છે? જાણો મે મહિનાના તમામ વ્રત-તહેવારોનું લિસ્ટ

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
અખાત્રીજ ક્યારે છે? જાણો મે મહિનાના તમામ વ્રત-તહેવારોનું લિસ્ટ 1 - image


Image: Facebook

Akshaya Tritiya: હિંદુ ધર્મમાં દર મહિનાને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની 15-15 તિથિઓમાં વહેંચવામાં આવ્યો છે. આ તમામ તિથિઓ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. સાથે જ દરેક મહિનામાં ઘણા વ્રત-તહેવાર પણ આવે છે. જેમ કે તાજેતરમાં જ એપ્રિલમાં નવરાત્રિ, રામ નવમી, હનુમાન જયંતી જેવા મોટા વ્રત-તહેવાર મનાવવામાં આવ્યાં. હવે મે મહિનામાં પણ વ્રત-તહેવાર આવશે. મે માં અક્ષય તૃતીયા મનાવવામાં આવશે. આ હિંદુઓના મુખ્ય તહેવારો પૈકીના એક છે. આ સિવાય વૈશાખ પૂનમ, અમાસ, માસિક કાલાષ્ટમી, માસિક શિવરાત્રિ વગેરે પણ મનાવવામાં આવશે. મે થી નૌતપા પણ શરૂ થશે. આ સિવાય મે મહિનામાં પરશુરામ જયંતી, બુદ્ધ પૂર્ણિમા, ગંગા સપ્તમી વ્રત, વૃષભ સંક્રાંતિ અને રોહિણી વ્રત જેવા પર્વ પણ મનાવવામાં આવશે. 

મે 2024 વ્રત-તહેવાર લિસ્ટ

01 મે 2024, બુધવાર- માસિક કાલાષ્ટમી વ્રત, માસિક કૃષ્ણ જન્માષ્ટમી

04 મે 2024, શનિવાર- વરુથિની એકાદશી વ્રત, વલ્લભાચાર્ય જયંતી

06 મે 2024, સોમવરા- માસિક શિવરાત્રિ વ્રત

08 મે 2024, બુધવાર- વૈશાખ અમાસ વ્રત

10 મે 2024, શુક્રવાર- અક્ષય તૃતીયા, પરશુરામ જયંતી, રોહિણી વ્રત

11 મે 2024, શનિવાર- વિનાયક ચતુર્થી વ્રત

12 મે 2024, રવિવાર- શંકરાચાર્ય જયંતી, સૂરદાસ જયંતી, રામાનુજ જયંતી, માતૃ દિવસ

13 મે 2024, સોમવાર- સ્કંદ ષષ્ઠી વ્રત

14 મે 2024, મંગળવાર- ગંગા સપ્તમી વ્રત, વૃષભ સંક્રાંતિ

15 મે 2024, બુધવાર- માસિક દુર્ગાષ્ટમી વ્રત, બગલામુખી જયંતી

16 મે 2024, બૃહસ્પતિવાર- સીતા નવમી

19 મે 2024, રવિવાર- મોહિની એકાદશી વ્રત, પરશુરામ દ્વાદશી

20 મે 2024, સોમવાર- માસિક પ્રદોષ વ્રત

21 મે 2024, મંગળવાર - નરસિંહ જયંતી

23 મે 2024, ગુરુવાર- બુદ્ધ પૂર્ણિમા, વૈશાખ પૂર્ણિમા વ્રત

24 મે 2024, શુક્રવાર- નારદ જયંતી, જેઠ મહિનો આરંભ

26 મે 2024, રવિવાર- એકદંત સંકષ્ટી ચતુર્થી વ્રત

30 મે 2024, ગુરુવાર- માસિક કાલાષ્ટમી વ્રત, માસિક કૃષ્ણ જન્માષ્ટમી


Google NewsGoogle News